Vadodara

વાઘોડિયા રોડ સ્થિત સ્ટ્રાંઝા લિવીંગ હોસ્ટેલને સિલ મરાયું

વડોદરા વાઘોડિયા રોડ પર પાલિકાની સિલીંગની કાર્યવાહી



રાજકોટ અગ્નિકાંડ બાદ એક્શનમાં આવેલી પાલિકાની સિલીંગ ઝુંબેશ જારી છે, ત્યારે આજરોજ વાઘોડિયા રોડ સ્થિત સ્ટ્રાંઝા લિવીંગ હોસ્ટેલને સિલ મરાયું હતું.આ હોસ્ટેલ દિલ્હીના કોઈ વેલાણી અટક ધરાવતા સંચાલકોને ગઇકાલે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી . ત્યાર પછી પણ સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી ના કરતા આજે પોલીસ બંદોબસ્ત સાથે વાઘોડિયા રોડ સ્થિત વિલાણી બંધુની સ્ટ્રાંઝા હોસ્ટેલ જેમાં 600 વિદ્યાર્થીઓ રહે છે તેને સિલ મારવામાં આવ્યું હતું.

સ્ટ્રાંઝા કંપની દ્વારા અનેક હોસ્ટેલોનું સંચાલન થાય છે

હોસ્ટેલો આજ કાલ ધીકતો ધંધો છે. હોસ્ટેલના સંચાલક કોઇ વેલાણી સરનેમધારી છે. અનેક નામી કોલેજોની હોસ્ટેલનું સંચાલન કરી તગડી ફી વિદ્યાર્થીઓ પાસે વસૂલે છે . ત્યારે પૂરતી સુવિધા અને સુરક્ષાના અભાવે પાલિકાએ નોટિસ આપ્યા બાદ આજરોજ સિલ મારવામાં આવ્યું હતું. 600 વિદ્યાર્થીઓ ને અન્યત્ર શિફ્ટ કરાયા હતા.

Most Popular

To Top