( પ્રતિનિધી )વડોદરા,તા.27
વડોદરા શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વન્ય જીવો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં વાઘોડિયા રોડ ઉપર ગાયત્રી મંદિરની નજીક શ્રીનાથજી આંગનના એક મકાનના વાડાના ભાગેથી શાહુડી મકાનમાં આવી ગઈ હતી. જેને જોઈ લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

વડોદરામાં સરીસૃપ,મગર સહિતના વન્યજીવો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના બનાવો યથાવત રહેવા પામ્યા છે. ત્યારે, વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિર નજીક આવેલા શ્રીનાથજી આંગન રેસિડેન્સીયલ એરિયામાં એક શાહુડી ઘરના વાળાના ભાગેથી એક રહીશના ઘરના રૂમમાં આવી ગઈ હતી. જેને જોઈ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવની જાણ પ્રાણીન ફાઉન્ડેશનને કરવામાં આવતા સંસ્થાના વોલીએન્ટર જીતેશ તડવી, જયુભાઈ ક્ષત્રિય અને જીતેન્દ્ર તડવી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં વન વિભાગના જીગ્નેશ પરમારને સાથે રાખી ભારે જહેમતે શાહુડીનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી હતી.
