વડોદરામાં બુધવારે પડેલા ભારે વરસાદને કારણે ઊભી થયેલી સમસ્યાઓમાં હોસ્પિટલો પણ બાકાત રહી નહોતી. સૌથી ગંભીર હાલત વાઘોડિયા રોડની હતી. અહી પાણીનો ભારે ભરાવો થયો હતો. વાઘોડિયા રોડ પર આવેલી ધીરજ હોસ્પિટલમાં પણ વરસાદના પાણી પ્રવેશ્યા હતાં. હોસ્પિટલની એન્ટ્રીમાં જ પાણી ભરાતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હોસ્પિટલની કેન્ટીનમાં પણ પાણી ભરાઈ જતાં બંધ કરવાની નોબત આવી હતી. ચિલ્ડ્રન વોર્ડ પાસે પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતાં.
વાઘોડિયા રોડની ધીરજ હોસ્પિટલમાં ભરાયા પાણી
By
Posted on