Vadodara

વાઘોડિયા રોડના ઉમા ચાર રસ્તા પર પડ્યો મહાકાય ભૂવો…

બસ, હવે તો થાક્યા આ ભૂવાઓ જોઈને…


હજુ તો સવારે જ વડોદરા શહેરના એલેમ્બિક ગોરવા રોડ પર એક ભૂવાએ રાહદારીઓને દર્શન આપ્યા હતા. હવે વાઘોડિયા રોડના ઉમા ચાર રસ્તા સર્કલ પર વધુ એક મહાકાય ભૂવો પડવાની ઘટના સામે આવી છે. ભૂવા નગરી વડોદરાનો દરેક વિસ્તાર ભૂવાઓએ પોતાના નામે કર્યો છે. ભ્રષ્ટાચારી ભૂવાઓએ નક્કી કર્યું છે કે વડોદરા શહેરનો કોઈપણ વોર્ડ બાકી ન રહેવો જોઈએ. શહેરમાં એટલા બધા ભૂવા પડ્યા છે કે કદાચ વડોદરા કોર્પોરેશન ગણતરી કરતા થાકી જાય.

ઉમા ચાર રસ્તા સર્કલ પર પડેલ એટલો વિશાળ છે કે અવર-જવા કરતાં દરેક હાદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સદનસીબે આ ભૂવાને કારણે કોઈ અકસ્માત થયો નથી અને અકસ્માત ને રોકવા માટે સ્થાનિકો દ્વારા ભૂવાની આસપાસ બેરીકેટિંગ કરવામાં આવ્યું છે. વાઘોડિયા રોડ ના આ મુખ્ય માર્ગ પર પડેલ ભૂવા બાબતે હજી તંત્રને જાણ પણ નથી થઈ. આવતીકાલે વડોદરા શહેરમાં યોજાનાર તિરંગા યાત્રા ના આયોજનમાં વડોદરા મહાનગરપાલિકા એટલી વ્યસ્ત છે કે કદાચ આ ભૂવા પર તેમનું ધ્યાન પણ નહીં જાય.

કેટલાક કર્મનિષ્ઠ નગર સેવકો આ પ્રકારની ઘટના બાદ સ્થળ પર દોડી આવતા હોય છે પરંતુ કોઈપણ સ્થાનિક નગરસેવક આ ભૂવાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા નથી. ભૂવા નગરી ફરીથી વડોદરા નગરી ક્યારે બનશે તે એક મહત્વનો સવાલ ઊભો થાય છે. ભૂવો પડ એટલે તેનું સમારકામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે પરંતુ આ એક પ્રકારે વડોદરા શહેરના નાગરિકો દ્વારા ભરપાઈ કરેલ વેરાનો વેડફાટ છે. જ્યાં સુધી વડોદરા મહાનગરપાલિકા માં થતો ભ્રષ્ટાચાર બંધ નહીં થાય ત્યાં સુધી વડોદરા શહેરમાં પડતા આ પ્રકારના ભૂવાઓને કદાચ કોઈ રોકી નહીં શકે.

Most Popular

To Top