ચારથી પાંચ વિદ્યાર્થી અને બે વ્યક્તિ બની
વાઘોડિયા:
ડૉ. એનજી શાહ સાર્વજનિક હાઇસ્કુલની સામે રોડ ઉપર આવેલા લીમડાના ઝાડ પર ભમરીયા મધમાખીનો છત્તો કપિરાજની કુદાકૂદે વિફર્યો હતો.l અને અહીંથી પસાર થતાં લોકો પર મઘમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. શાળા છૂટવાના સમયે વાલીઓ,વાન ચાલકો, અને વિદ્યાર્થીઓ ઘરે જવાની તૈયારી કરતા હતા તેવા સમય મધુ માખીના ઝુંડે હાઈસ્કૂલના ગેટ પર ઉભેલા લોકો ઉપર હુમલો કરતા નાસભાગ મચી હતી. વિદ્યાર્થીઓ દોડીને શાળામાં ભરાઈ ગયા હતા. બીજી તરફ રોડ ઉપર અવરજવર કરતા લોકો પણ હુમલા નો ભોગ બન્યા હતા. એક વાન ચાલક પર મધુ માખીના ઝુંડે ભયંકર આક્રમણ કરતાં મધુમાખીના ડંખોથી બચવા બૂમાબૂમ કરી ગટરના દૂષિત પાણીમાં યુવકે ડુબકી લગાવી દિઘી હતી અને પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

તો એક રાહદારી પાછળ મધમાખીઓ પાછળ પડતા મધુ માખી થી બચવા યુવકે પોતાના કપડાં કાઢી અર્ધનગ્ન પરિસ્થિતિમાં આવી જઈ કપડાં વડે મધુ માખીને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ હુમલાનો ભોગ બનેલ બાળકો શાળામાં દોડી આવતા બાળકોને શાળા સંચાલકો દ્વારા સુરક્ષિત રીતે શાળામા લઈ જઈ બારી બારણા બંઘ કરી સુરક્ષા આપી હતી. સાથેજ મધમાખીના ડંખ નો ભોગ બનેલા ચારથી પાંચ વિદ્યાર્થીઓને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે સૌથી વધુ બે વ્યક્તિ મધમાખીના જુંડનો શિકાર બનતા તેઓને ગંભીર સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.જયા વ્યક્તીનો ચહેરો અને શરીરે હજારો ડંખ ડૉક્ટરો ઘ્વારા કાઢવામા આવ્યા હતા.

મધમાખી ના આતંક ના કારણે એક કલાક સુધી રોડ પર કરર્ફ્યુ લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં અફરાતફરી સર્જાઇ હતી.પાસેની સોસાયટીના લોકો ઘરબંઘ કરી ઘરમા પુરાયા હતા.મઘમાખીના આતંકના કારણે લોકો થરથર કાંપી રહ્યા હતા. વિદ્યાર્થીઓને ખાનગી વાહનમા બેસાડી શાળા બહાર સુરક્ષીત કાઢવામા આવ્યા હતાં.મઘમાખીના ભોગ બનેલા માસુમ બાળકોના પરિવારના ચહેરાપર નરી ચિંતા જણાતી હતી.ગંભીર રીતે ભોગ બનનાર વાનચાલક અને અન્ય એક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે