Vadodara

વાઘોડિયા બ્રિજ ઉતરતાં ટ્રક પલટી મારી ગઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

હાઈવે ઓથોરીટીએ ઝડપી કાર્યવાહી કરી ટ્રાફિક કર્યો પૂર્વવત

વડોદરા: વડોદરા નજીક સુરત-અમદાવાદ હાઈવે પર આજે સવારના અરસામાં વાઘોડિયા બ્રિજ ઉતરતા એક ટ્રક અગમ્ય કારણોસર પલટી મારી ગઈ હતી. એલ એન્ડ ટી કંપની સામે બનેલી આ ઘટનાથી થોડા સમય માટે ટ્રાફિક પર અસર થઈ હતી અને વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ઘટનાની જાણ થતાં હાઈવે ઓથોરીટીની ટીમ તરત જ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. ક્રેનની મદદથી પલટી મારેલી ટ્રકને રસ્તેથી દૂર કરાવવામાં આવી હતી. ત્યારબાદ માર્ગ ક્લીયર કરી ટ્રાફિકને રાબેતા મુજબ ચાલુ કરાયો હતો.હાઈવે પર આ પ્રકારની ઘટના પછી ટૂંકા સમય માટે વાહનચાલકોમાં અસ્તવ્યસ્તતા જોવા મળી હતી, પરંતુ પ્રાશાસનિક તંત્રની તાત્કાલિક કાર્યવાહીથી સ્થિતિ પર કાબૂ મળી ગયો હતો.

Most Popular

To Top