વાઘોડિયા, તા. _9/4
વાઘોડિયા નગરપાલિકા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 6 વોર્ડ માટે કુલ 24 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. પક્ષ દ્વારા સ્થાનિક સ્તરે મજબૂત સંગઠન અને જીતની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાહેર કરાયેલ યાદી મુજબ દરેક વોર્ડમાં 4 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 1થી 6 સુધીના તમામ વિસ્તારોમાં પક્ષે નવા અને અનુભવી ચહેરાઓને સ્થાન આપ્યું છે.
વોર્ડ મુજબ ઉમેદવારોની યાદી નીચે મુજબ છે
વોર્ડ 1
શ્રી કપિલભાઈ સેમસાલાલ વસાવા
શ્રી કોમલભાઈ બાલવંતકુમાર પટેલ
શ્રી સંજય ફતેલીસ નારિયા
શ્રી હરીશચંદ્ર પ્રવીણભાઈ પટેલ
વોર્ડ 2
1. લલિતભાઈ વાસણાભાઈ ધારી
2. સલમાનભાઈ ફઝલુદ્દીન દિવાન
3. કમલેશભાઈ કાંતિભાઈ રોહિત
4. સાહિદહુસેન દિલાવરસિંહ સૈયદ
વોર્ડ 3
1. સુરેશભાઈ સંજયભાઈ ભોઈ
2. ભાવનભાઈ મહેન્દ્રસિંહ જાધવ
3. જીતેન્દ્રકુમાર દિનેશભાઈ વસાવા
4. સંદીપકુમાર નરેન્દ્રસિંહ ડોડિયા
વોર્ડ 4
1. પલ્લવભાઈ મુકેશકુમાર રાઠોડ
2. મનોજભાઈ રાજેન્દ્રસિંહ પરમાર
3. બ્રજકિશોર હરિયાણ ગોસ્વામી
4. નીતેશકુમાર સુરેશભાઈ પટેલ
વોર્ડ 5
1. લલિતભાઈ અરવિંદભાઈ વસાવા
2. વેજાભાઈ મહારાજસિંહ રાઠોડ
3. પ્રિયવત્સલ રાહુલભાઈ પંડ્યા
4. ફુરકાન બિનઅજમ મેમણ
વોર્ડ 6
1. લક્ષ્મણભાઈ નગીનભાઈ ધાડક
2. લીલાભાઈ નવઘણભાઈ ભરવાડ
3. જયમનભાઈ રણછોડભાઈ વસાવા
4. ગજેન્દ્ર અમલાભાઈ દેવડા
પાર્ટી દ્વારા જાહેર કરાયેલ આ યાદી બાદ સ્થાનિક રાજકારણમાં ચહલપહલ વધી છે. હવે વિરોધ પક્ષો પોતાની ઉમેદવારી જાહેર કરે તે પહેલાં રાજકીય સમીકરણોમાં વધુ ફેરફાર જોવા મળે તેવી શક્યતા છે.
ચૂંટણી નજીક આવતાં તમામ પક્ષો દ્વારા પ્રચાર અને સંગઠન મજબૂત બનાવવાની કામગીરી તેજ બનવાની શક્યતા છે.