વાઘોડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા અસરગ્રસ્તોને સહાય મળે તે માટે આવેદનપત્ર
વાઘોડિયા:: દેવ નદીના પુરે વેરેલા વિનાશમા સર્વસ્વ ગુમાવનાર પરીવારોને તથા ખેડુતોને આર્થીક સહાય અપાવવા વાઘોડિયા કોંગ્રેસ સમિતીએ સેવા સદન ખાતે આવેદનપત્ર આપ્યું હતું.
વાઘોડિયા તાલુકામાં 28 ઓગસ્ટ ના રોજ પડેલા ભારે વરસાદ અને દેવ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લઈ દેવ નદી કાંઠા વિસ્તારના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ સિવાય તાલુકાના અનેક ગામોમાં કોતરોના પાણી ફરી વળતા ગામો બેટમા ફેરવાયા હતા. તેવા સમયે વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ અને તાલુકા વિકાસ અઘિકારી આરીસ ઈબ્રાહિમ શેખ પુરપીડીતોના આસુ લુછવામા હાથ ટાંચા પડ્યા હોય તેવુ લાગી રહ્યુ છે . એક તરફ માત્ર વરસાદિ પાણીથી નુકશાન, બીજી તરફ ઘરવખરી સહિત તમામ ચિજવસ્તુ ગુમાવનાર પરીવારો અને ખેતપેદાશોને થયેલા નુકશાન બાબતે માત્ર સર્વેનો દેખાડો કરી તંત્રે સંતોષ માન્યો હોય તેમ બાર દિવસ છતા આર્થીક સહાય પહોંચાડી શકવા તંત્ર નિષ્ફળ નિવડ્યુ છે. તેવા આક્ષેપ અને આક્રોશ સાથે 50 ઊપરાંત ગરીબ પુરપીડીતો મામલતદાર કચેરીએ વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ભારે સૂત્રોચાર સાથે આર્થિક સહાય વહેલી તકે મળે તેવા આશયે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપવા આવેલા લોકોને મામલતદાર કચેરી પર નહીં મળતા કચેરી બહાર જ પલાઠી વાળી ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે અન્ય અધિકારીઓએ મામલતદારને ફોન જાણકારી આપતા તેઓ ઓફિસે દોડી આવ્યા હતા.સાથેજ અઘિકારીઓ વ્હાલાદાલાની નિતી અપનાવી જરુરીયાતમંદને કેશડોલ સહાયથી વંચીત રાખ્યા છે તેવા આક્ષેપો સાથે વાઘોડિયા તાલુકાના અસરગ્રસ્તોએ અઘિકારીઓની પોલ ખોલી દઈ વડોદરા જિલ્લા કલેક્ટર ઘ્વારા ઊચ્ચસ્તરીય તપાસ થાય અને આંકડાની માયાજાળમાંથી હકીકત બહાર લાવે તેવી લોકમાંગ પણ ઊઠી છે. વહીવટી તંત્ર આવેદન બાદ પણ અસરગ્રસ્તોને મદદ નહીં કરે તો આવનાર સમયમાં કોંગ્રેસ ગાંધીચિંઘ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી હતી.
વાઘોડિયા: કેશડોલથી વંચિત લોકોનો મામલતદાર કચેરીએ હોબાળો, અઘિકારીઓને પ્રજાએ પુછતા મોંઢે તાળા વાગ્યા
By
Posted on