Vadodara

વાઘોડિયા આજવા રોડ પર મકાન ભાડામાં તોતિંગ વધારો.

મકાન ભાડે અપાવતા દલાલો ના પાપે વિદ્યાર્થીઓ લૂંટાઈ રહ્યા છે.

ઉમા ચારરસ્તાથી વાઘોડિયા ચોકડી સુધી દલાલોના ઠેર ઠેર ગ્રુપ છે.

શહેર નજીકની કોલેજોમાં અભ્યાસ અર્થે બહારગામ થી આવતા વિદ્યાર્થીઓને મકાન ભાડે લેવા માટે બમણાથી ત્રણ ગણા ભાડા દલાલો દ્વારા વસુલાય છે. મકાન માલિક સાથે મળીને સાઠ ગાઠ રચતા દલાલો વિદ્યાર્થીઓને આર્થિક રીતે લૂંટી જ લે છે. કોઈપણ દલાલ પાસે કોઈ જાતના લાયસન્સ છે જ નહીં સ્થાનિક પોલીસ તંત્ર દલાલો સામે લાલ આંખ કરે તો વિદ્યાર્થીઓ લુટાતા બંધ થાય.
આયુર્વેદિક ત્રણ રસ્તા થી વાઘોડિયા ચોકડી સુધીના અને આજવા ચોકડી ની વચ્ચે આવતા વિસ્તાર માં છેલ્લા પાંચ વર્ષથી મકાનોના ભાડામા ચાર થી પાંચ ગણા વધી ગયા છે. બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા દલાલો અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ સાથે મકાન ભાડા બાબતે લોભામણી લાલચો આપે છે અને વ્યક્તિદીઠ વધુ ભાડા વસુલે છે. મકાન માલિકને તો ઘણી વખત ખબર સુદ્ધાં હોતી નથી કે દલાલો એ કેટલું ભાડું નક્કી કરીને બારોબાર લીધું છે. માથાભારે દલાલોના ગ્રુપની દાદાગીરી પણ ઓછી નથી. મકાન માલિક સાથે કે વિદ્યાર્થીઓ સાથે સહેજ પણ અણ બનાવ બને તો ગણતરીના કલાકોમાં જ દલાલો વિદ્યાર્થીઓ પાસે મકાન ખાલી કરાવી નાખે મકાન માલિકને તો જાણ સુદ્ધા ન હોય. શહેરના પૂર્વ વિસ્તારની ભૂગોળથી અપરિચિત પરપ્રાંતિયો કે અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓને દલાલો મકાનમાલિક નો સંપર્ક શુદ્ધ કરાવતા નથી બારોબાર ડિપોઝિટ લઈને બંને પક્ષકારોને મેળવ્યા વગર ભાડા કરાર સુધા ક્યારે કરાવી નાખે છે તેની પણ જાણ નથી હોતી કેટલા કિસ્સામાં તો પોલીસને પણ દલાલો ભાડાના મકાન અને કરાર માટે જાણ કરતા નથી એક રીતે દલાલીની આડમાં અસામાજિક તત્વો જેવા જ કૃત્યો આચરે છે. છતાં આજ સુધીમાં કોઈ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ જ નથી. તે જોતા તો એવું લાગી રહ્યું છે કે દલાલો સાથે પોલીસની પણ સાઠ ગાંઠ ખૂબ જ મજબૂત હશે.
બે રૂમ હોલ અને રસોડાના જે ફ્લેટ માત્ર ચારથી પાંચ હજાર રૂપિયામાં ભાડે મળતા હતા તે ફ્લેટમાં છ વિદ્યાર્થીઓને રાખીને વ્યક્તિગત 2000 થી 2500 રૂપિયા દલાલો વસુલે છે તેથી એક મકાન નું માસિક ભાડું 12 થી 15 હજાર રૂપિયા ખંખેરી લે છે. પૂર્વ વિસ્તારમાંથી કોલેજો નજીક પડતી હોવાથી વિદ્યાર્થીઓ ની માંગ આજવા વાઘોડિયા રોડ ઉપર જ વધુ છે જેનો ભરપૂર લાભ દલાલો કાયદા કાનૂનનો ડર રાખ્યા વગર બેફામ બનીને લઇ રહ્યા છે. આગામી માસમાં કોલેજમાં નવા એડમિશન પૂર્વે વિદ્યાર્થીઓનો ઘસારો થશે અને તેમને મકાન ભાડે અપાવવા દલાલોના ટોળા ઠેર ઠેર ઊભરાશે. વિદ્યાર્થીઓ ને મકાન માલિકો સાથે થઈ રહેલી છેતરપિંડી અને ઉઘાડી લૂંટ ને કાબુમાં લેવા સત્વરે પોલીસ તંત્રએ સતર્ક બનીને કાયદાકીય પગલા લેવાની કામગીરી હાથ ધરવાની જરૂરી છે.

વિદ્યાર્થીઓ મિલકત ખાલી કરે ત્યારે સામાન સગે વગે થઈ જાય.

ભૂતકાળમાં સ્થાનિક પોલીસ મથકોમાં એવી પણ અરજીઓ થઈ છે કે મકાન માલિકની જાણ બહાર દલાલોના ઇશારે વિદ્યાર્થીઓ રાતોરાત મિલકત ખાલી કરીને પલાયન થઈ જાય છે સર સામાન સહિત ભાડે આપતા મકાન માલિકો ને જ્યારે જાણ થાય ત્યારે તેમની મિલકતમાં તપાસ કરે ત્યારે ખબર પડે કે અંદરથી સરસ સામાન અને રાજ રચીલું પણ ગુમ થયું છે દલાલોને જાણતા વિદ્યાર્થીઓ રફુચક્કર થયા બાદ મકાન માલિક દલાલો સાથે પૂછતા કરે એટલે માથાભારે દલાલો ગલ્લા તલ્લા કરીને ઉડાવ જવાબો આપે છે. એક બાજુ મકાન માલિકોને ભાડું નજીવું મળે અને વિદ્યાર્થીઓ જાય ત્યારે સર સામાન પણ ગુમ થઈ જતો હોવાથી પડ્યા પર પાટુ વાગતું હોય તેવી ઘટનાઓ પણ બની ચૂકી છે. આવા કેટલાક કિસ્સાઓમાં મકાનમાલિક પોલીસની મદદ લે તો દલાલો જ પાછલા બારણેથી સરસામાન પરત કરાવીને ભીનું સંકેલવામાં મદદ કરે છે.

Most Popular

To Top