વાઘોડિયામાં વહેલી પરોઢે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ…
બે કલાકમા એક ઈચ વરસાદ ખાબક્યો..
વાઘોડિયામાં વહેલી પરોઢે ગાજવીજ સાથે તૂટી પડ્યા ભારે વરસાદે નગરના રોડ રસ્તા પાણી-પાણી કરી નાખ્યા હતા. માડોધર રોડ ઉપર ભારે વરસાદના પગલે રોડપર પાણી ફરી વડતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.પરીશ્રમ જેવી નીચાણવાડી સોસાયટીમાં પાણી ભરાતા પાણી ઘરોમાં ઘુસ્યા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતાજ ટાઊનમા વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાયો હતો. સોસાયટી વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ નહીં થતાં રહીશોએ તંત્ર પર પાણી ભરાવાને લઈ આકોષ વ્યક્ત કર્યો હતો.જોકે વહીવટ તંત્ર દ્વારા જેસીબી મશીન મોકલી તાત્કાલિક વરસાદી કાષો અને નાળામા ભરાયેલ ઘન કચરો સાફ કરવાની કામગીરી કરાતા બપોર પછી સોસાયટી વિસ્તારમાંથી વરસાદિ પાણી ઓસરવાના શરુ થયા હતા. આજે વહેલી સવારે બે કલાકમાં એક ઈચ વરસાદ નોંધાયો હતો. સારા વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
.