નાઇઝિરીયન વિધ્યાર્થીઓ નશામાં ફુલસ્પીડે ગાડી ચલાવી ફેન્સિંગ તોડી તળાવમાં કાર સાથે ખાબક્યા હોવાનું જાણવા મળ્યું છે
સ્થાનિક પોલીસ તથા એનડીઆરએફ દ્વારા શોધખોળ તપાસ હાથ ધરવામાં આવી..
વાઘોડિયા નજીકના ખટંબા તળાવમાં આખેઆખી કાર ખાબકી હોવાની પ્રાથમિક માહિતી હાલ સપાટી પર આવી રહી છે. આ કારમાં 4 જેટલા મુસાફરો જઇ રહ્યા હતા. નજીકથી પસાર થતા સમયે ચાલકે કાબુ ગુમાવતા કાર તળાવમાં જઇ ખાબકી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી વડોદરા પાસે આવેલા ખટંબા તળાવમાં કાર ખાબકી હોવાની ઘટનાઓ ચકચાર મચાવી છે. આ ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આજે સવારે ખટંબા તળાવ પાસેથી પાસેથી મુસાફરો ભરેલી કાર તળાવમાં ખાબકી છે. કાર ખાબકતા તમામ લાપતા બન્યા છે. કાર એટલી સ્પીડમાં હતી કે, તળાવની ફેન્સીંગ તોડીને તળાવમાં જઇ ખાબકી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ કારમાં ખાનગી યુનિ.માં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હતા. જે તમામ હાલ લાપતા છે. ઘટનાની જાણ થતા વિસ્તારમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પણ તાત્કાલીક દોડી આવ્યા છે. તળાવની તુટેલી ફેન્સીંગ પાસે કારનો ટુકડો મળી આવ્યો છે. જેનાથી કારની સ્પીડનો અંદાજો લગાડી શકાય છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા કારનું લોકેશન મેળવવામાં સફળતા મળી છે. પરંતુ ત્યાં સુધી હુક પહોંચાડી તેને બહાર કાઢવામાં જોઇએ તેટલી જલ્દી સફળતા મળી નથી. હાલ રેસ્ક્યૂમાં NDRF જોડાઇ છે