Vadodara

વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, રાજ્યમાં 145 નાયબ મામલતદાર અને 207 રેવન્યુ તલાટીઓની જિલ્લા ફેરબદલી

એકસાથે 352 કર્મચારીઓની જિલ્લા ફેરબદલીના ઓર્ડર છૂટ્યા

વહીવટી જરૂરિયાતને પગલે નાયબ મામલતદાર અને રેવન્યુ તલાટીઓની સામુહિક બદલી કરવામાં આવી

(પ્રતિનિધિ), વડોદરા. તા.27

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આજે એક સાથે મોટા પાયે બદલીઓના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 145 નાયબ મામલતદાર અને 207 રેવન્યુ તલાટીઓ સહિત કુલ 352 કર્મચારીઓની જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. આ બદલીઓ વહીવટી જરૂરિયાતને લાંબા સમયથી પડતર બદલીના પ્રશ્નો અને વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સરકારના આ આદેશ અનુસાર, જે કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તેમને તાત્કાલિક અસરથી છૂટા કરી નિયત કરેલા નવા જિલ્લાઓમાં નિયત કરેલ સમય દરમિયાન હાજર થવા સૂચના આપવામાં આવી છે. આ સામુહિક બદલીઓને પગલે મહેસૂલ તંત્રમાં નવી ઉર્જાનો સંચાર થશે અને લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓને પણ નવા કાર્યક્ષેત્રમાં કામ કરવાની તક મળશે. ખાસ કરીને સરકારી કામગીરીમાં ગતિશીલતા લાવવા અને જનતાના કામો ઝડપથી ઉકેલાય તે આ ફેરબદલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ બદલીઓ નિયમ મુજબ વહીવટી કારણોસર કરવામાં આવી છે, જેનાથી આગામી સમયમાં મહેસૂલી કામગીરી અને વહીવટમાં મોટો સુધારો જોવા મળી શકે છે.

Most Popular

To Top