Charotar

વસો: આધેડ નરાધમે ચાર બાળાઓ સાથે દુષ્કર્મ કરી ફોટા અને વિડિયો ક્લિક કર્યા

વસો તાલુકામાં હેવાનિયતની સૌથી મોટી ઘટના

પોલીસે આરોપીની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.14
વસો તાલુકાના એક ગામમાં હેવાનિયતની સીમાઓ પાર કરી દેતી ચકચારિત ઘટના સામે આવી છે. એક આધેડ ઉંમરના નરાધમે પોતાની પાડોશમાં રહેતી ચાર જેટલી બાળાઓને પોતાની હવસનો શિકાર બનાવી છે અને તેમની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદો ઉઠી છે. જે મામલે હાલ પોલીસે આરોપી ઈસમની અટકાયત કરી અને બાળકીઓની માતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે.
ખેડા જિલ્લામાં ચકચારિત ઘટના સામે આવી છે. વસો તાલુકાના એક ગામમાં રહેતા ચંદ્રકાંત પટેલ ઉર્ફે ચંદ્રો પેન્ટર નામના 54 વર્ષીય આધેડ નરાધમે પોતાના જ ગામની ત્રણ બાળકીઓ સાથે છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ અને એક બાળા સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. 9 વર્ષથી માંડી 11 વર્ષ સુધીની બાળકીઓને ચોકલેટ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓની લાલચ આપી અને આ નરાદમ દુષ્કર્મને અંજામ આપતો હતો. એકલ વાયુ જીવન ગાળતો નરાધમ છેલ્લા એક વર્ષથી આ પ્રકારે બાળકીઓને પોતાની હવસનો ભોગ બનાવી રહ્યો હતો. એટલું જ નહીં આ નરાધમ પોતાના મોબાઈલમાં પોતાની આ વાસનાનો અને દીકરીઓ સાથે થઈ રહેલા દુષ્કર્મનો વિડીયો અને ફોટા પણ ઉતારતો હતો. સમગ્ર મામલો સામે આવી જતા પોલીસે આ નરાધમની ધરપકડ કરી લીધી છે અને બાળકીઓની માતાની ફરિયાદના આધારે તેની સામે ગુનો દાખલ કર્યો છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે ખેડા જિલ્લા પોલીસવાળા અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત વસો પોલીસની ટીમ સમગ્ર મામલે જુદી જુદી ટીમ બનાવી અને અલગ અલગ બાબતો પર તપાસ કરી રહી છે અને હાલ પોલીસે આરોપી નરાધમ પાસેથી તેનો મોબાઇલ પણ જપ્ત કરી લીધો હોવાની માહિતી સાંભળી રહી છે. આ અંગે પોલીસ આગળ કેવા પ્રકારની કાર્યવાહી કરશે તેની પર સૌની નજર છે જોકે આટલી ઘટના સામે આવતા જિલ્લાભરમાં આ નરાધમ પ્રત્યે ફિટકાર વરસી રહી છે. તો વળી આ નરાધમ કઈ રીતે દુષ્કર્મને અંજામ આપતો હતો અને તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

Most Popular

To Top