Vadodara

વર્ષ 2024નું બીજું અને છેલ્લુ ચંદ્રગ્રહણ ભાદરવી પૂનમે…

વર્ષ 2024નું બીજું અને છેલ્લુ ચંદ્રગ્રહણ ૧૮ સપ્ટેમ્બર,બુધવારને ભાદરવી પૂનમે….

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભારતમાં દેખાશે નહીં માટે પાળવાનું રહેશે નહીં..

સવારે 6:11 વાગ્યે શરૂ થશે જે10:17 વાગ્યે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણનો કુલ સમય 4 કલાક અને 6 મિનિટનો રહેશે

આ વર્ષ 2024નું બીજું અને છેલ્લુ ચંદ્રગ્રહણ ભાદરવી પૂનમ ૧૮ સપ્ટેમ્બરને બુધવારે થનારું છે.આ વર્ષે પ્રથમ ચંદ્રગ્રહણ 25મી માર્ચે હોળીના દિવસે થયું હતું.ચંદ્રગ્રહણ હંમેશા પૂનમ તિથિ પર થાય છે. ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સવારે
થવાનું છે.સવારે 6:11 વાગ્યે શરૂ થશે, જે સવારે 10:17 વાગ્યે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણનો કુલ સમય 4 કલાક અને 6 મિનિટનો રહેશે. તે ભારતમાં જોવા નહીં મળે. જ્યારે ચંદ્રગ્રહણ શરૂ થશે ત્યારે ભારતમાં ચંદ્ર અસ્ત થઇ ચૂક્યો હશે. જો કે, ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થવાના સમયે ઉત્તર પશ્ચિમ ભારત અને ઉત્તર દક્ષિણ શહેરોમાં ચંદ્ર અસ્ત થઇ રહ્યો હશે. આથી થોડાક સમય માટે આ શહેરોમાં ચંદ્ર પ્રકાશ ઓછો થઇ શકે છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણનો સૂતક કાળ ગ્રહણ શરૂ થવાના લગભગ 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. પરંતુ ભારતમાં ચંદ્રગ્રહણ દેખાવાનો નથી. તેથી, ભારતમાં સુતક કાળ પાળવાનો રહેશે નહીં.
2024નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. પરંતુ તે યુરોપ, એશિયા, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક, હિંદ મહાસાગર, આર્કટિક અને એન્ટાર્કટિકા વગેરે સ્થળોએ જોઇ શકાય છે.વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણની નકારાત્મક અસરો મેષ, મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોના જીવનમાં પડવાની છે. સાથે જ વૃષભ, સિંહ, ધનુરાશિ અને મકર રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ શુભ સાબિત થઈ શકે છે.

વિવિધ રાશિના જાતકો પર શું અસર જોવા મળશે

મેષઃ ધનહાનિ થઈ શકે છે. નોકરીરિયાત વર્ગ માટે સંઘર્ષ સૂચવે છે.

વૃષભઃ ઝઘડાથી બચવું. આકસ્મિક આર્થિક લાભ સૂચવે છે.

મિથુન: જીવનસાથી સાથે મતભેદ સર્જાઇ શકે છે.સંયમ રાખવો જરૂરી.

કર્ક: વેપાર-ધંધામાં વિચારીને નિર્ણયો લેવા.

સિંહ: અકારણ ગુસ્સા પર કાબૂ રાખવો અન્યથા કોર્ટ કચેરી, માન સન્માનને ઠેસ પહોંચે

કન્યા :આર્થિક સમસયામા અચાનક કોઇ લાભ થી ફાયદો થાય.

તુલા: વિદેશ પ્રવાસના યોગ બને. આર્થિક બાબતો ગુંચવાયેલી રહે.

વૃશ્ચિક: ખોટી સંગતથી બચવું, નવા લોકો સાથે મિત્રતામાં સાવધાની રાખવી.

ધનુઃ જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.પ્રવાસનું આયોજન થઇ શકે છે

મકર: જીવનસાથી સાથે મતભેદથી બચવું.ખોટી સંગત કે કામોથી દૂર રહેવું હિતાવહ.કરજ ન કરવા સલાહ છે.

કુંભ: મનમા બેચેની, વ્યગ્રતા રહે. કામનું ધાર્યું ફળ મળે નહીં. સફળતા માટે વધુ મહેનત કરવી પડે.

મીન: કેટલીક બાબતોનું શુભાશુભ ફળ મળે.જીવનમાં આકસ્મિક સારું કાર્ય થઇ શકે. શત્રુઓ થી સાવધ.

Most Popular

To Top