Vadodara

વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો

છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ની આગેવાનીમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાય છે

(પ્રતિનિધિ) વડોદરા તા.09

દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે શ્રાવણી પૂર્ણિમાના પાવન દિવસે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યાં હતાં.

શ્રાવણ સુદ પૂનમ એટલે શ્રાવણી પૂનમ ને શનિવારના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના પ્રમુખ એવા શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)ની અધ્યક્ષતામાં અને શ્રી દ્વારકેશલાલજી મહારાજના સાનિધ્યમાં શહેરના માંડવી સ્થિત કલ્યાણરાયજી મંદિર ખાતે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી અહીં દર વર્ષે શ્રાવણી પૂર્ણિમાના પાવન દિવસે બ્રાહ્મણો દ્વારા મોટી સંખ્યામાં અહીં યજ્ઞોપવિત (જનોઈ) બદલવામાં આવે છે. અહીં મંત્રોચ્ચાર અને વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞોપવિત (જનોઈ) બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આજે શ્રાવણ સુદ પૂનમ સાથે જ ભાઇ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધન પર્વ પણ છે સાથે જ બળેવ એટલે કે બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત બદલવામાં આવે છે ત્યારે શનિવારે કલ્યાણરાયજી મંદિર ખાતે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ અને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા), શ્રી દ્વારકેશલાલજી મહારાજ, આશ્રયકુમારજી , શ્રી શરણમ કુમારજી, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના શહેર પ્રમુખ માલવ ઉપાધ્યાય, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન તથા મહામંત્રી મુક્તેશ ત્રિવેદી,સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ કિરીટભાઈ જોશી સહિત ત્રણસોથી વધુ બ્રાહ્મણોએ યજ્ઞોપવિત બદલી નવી યજ્ઞોપવિત (જનોઇ) ધારણ કરી હતી.

Most Popular

To Top