વડોદરા : સિટી કમાન્ડ કન્ટ્રોલરૂમ પર મ્યુ.કમિશ્નર અને સ્ટેન્ડિંગ અધ્યક્ષની સમીક્ષા,જોકે વરસાદી પાણીના નિકાલ માટે બોલવા ફેરવી તોડ્યું.
તંત્રએ રાહતનો શ્વાસ લીધો
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ફરી એક વખત પુરવાડી થતા અટકી છે. તંત્ર કામે લાગ્યું છે. ત્યારે મંગળવારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા થાય સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ખાતે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો સમીક્ષા કરી તાગ મેળવ્યો હતો.
છેલ્લા 36 કલાક પહેલા પડેલા પાંચ ઇંચ જેટલા વરસાદ અને દરરોજ એક એક બે ઇંચ વરસાદ ખાબકતા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. જેના કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું હતું અને ચિંતાનો વિષય બન્યો હતો. પાણીનું સ્તર વિશ્વામિત્રી નદીમાં એટલું વધી રહ્યું હતું કે તેના આવરો કરતાં પાણીનો નિકાસ ખૂબ ઓછો હતો. ડેમ બંધ હોવા છતાં વિશ્વામિત્રીનું જળસ્તર વધી રહ્યું હતું. ડેમનું રુલ લેવલ 212 હોવા છતાં 213 સુધી એથી પણ વધુ ભરાયો તેમ છતાં પણ વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવ્યું ન હતું. પરંતુ નેચરલ પાણીનો ફલો એટલો હતો કે વિશ્વામિત્રી નદી એના એલર્ટ અને ડેન્જર લેવલને પણ વટાવી 24 ફૂટ થી 25 ફૂટ જેટલી પહોંચી હતી. જો તે સમયે વરસાદ વરસ્યો હોત તો તે પરિસ્થિતિ અનમેનેજેબલ થઈ હોત, પણ વિશ્વામિત્રી તેની ભયજનક સપાટી ઉપર ચાલી રહી હોવાથી નીચાણવાળા વિસ્તારમાં લોકોને અનાઉન્સમેન્ટ કરી તેમજ સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતર કરવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા 36 કલાકમાં વરસાદ નહીં પડતા તેમજ આજવા ડેમનું પાણી પણ નહીં છોડાતા જે પાલિકા તંત્રના મેનેજમેન્ટનો ભાગ છે. જેથી વિશ્વામિત્રી નદીનું જળસ્તર 25 ફૂટ થી ઓછું થઈ 22.25 ફૂટ થયું છે. જેથી વડોદરાના માથે પૂરનું સંકટ કર્યું છે, અને તંત્ર તેમજ વડોદરા વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.