યુનાઈટેડ વે, ક્રેડાઈ વીએનએફ, લક્ષ્મી વિલાસ પેલેસ, ફાઈન આર્ટ્સ સહિતના મોટા ગરબા બંધ,
( પ્રતિનિધી )વડોદરા,તા.28
વડોદરામાં સાતમાં નોરતે મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે શહેરના ગરબા મેદાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા યુનાઈટેડ વે, લક્ષ્મી વિલાસ પેલેસ, ક્રેડાઈના વીએનફ સહિતના મોટા ગરબાના આયોજનો આજે મોકૂફ કરવામાં આવ્યા હતા. વીવીએનના ગરબા પણ આજે બંધ રાખવાની જાહેરાત થઈ હતી. જયારે સમા વિસ્તારના નવશક્તિ ગરબા ચાલુ રહેશે.

ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સાતમા નોરતે મેઘરાજા મહેરબાન થયા હતા. વહેલી સવારથી જ સાંજ સુધી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરના ગરબા મેદાનો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ગરબાના આયોજકો દ્વારા ગરબા થઈ શકે તે પ્રકારે તમામ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે વરસાદ સતત વરસતા અંતે આજે ક્રેડાઈ નવરાત્રી ફેસ્ટિવલ, ફાઇનઆર્ટસ , યુનાઇટેડ વે , લક્ષ્મી વિલાસ પેલેસ, વીવીએન સહિતના મોટા ગરબા ના આયોજનો રદ રાખવામાં આવ્યા છે.

જ્યારે બીજી તરફ સમા વિસ્તારના નવ શક્તિ ગરબા ચાલુ રાખવાની આયોજક કમલેશ પરમારે જાહેરાત કરી છે.
સમતા મેદાન ખાતે આયોજિત માં શક્તિ ગરબા મહોત્સવ રાબેતા મુજબ ચાલુ રહેશે
