વડોદરા નજીક જાંબુઆ અને પોર ખાતે ફરી લાંબો ટ્રાફિકજામ થયો હતો. દર વર્ષે વરસાદી માહોલમાં રસ્તાઓનું ધોવાણ થતા ખાડાઓને કારણે સમસ્યા સર્જાય છે. બીજી તરફ જાંબુઆ બ્રિજની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી નથી. જેના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ થઈ રહ્યો છે. બીજી તરફ ટ્રાફિકમાં ફસાયેલા લોકો શોર્ટ કટ મારવા માટે જાંબુઆ ગામના સાંકડા રસ્તાનો સહારો લઈ રહ્યા છે. ત્યારે ગ્રામજનોને પણ ગામમાંથી પસાર થઈ રહેલા વિવિધ વાહનોને કારણે હાલાકી પડી રહી છે. જ્યારે કામ ધંધે જય રહેલા લોકો ટ્રાફિક જામમાં ફસાતા તંત્રને જવાબદાર ઠેરવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.