Vadodara

વરણામા પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીની એસ ઓજી દ્વારા ધરપકડ

શહેરના વરણામા પોલીસ સ્ટેશનમાં ભારતીય બનાવટના અંગ્રેજી દારુના જથ્થામાં વોન્ટેડ આરોપીને વડોદરા શહેર એસ ઓ જી દ્વારા તાંદલજા વિસ્તારમાંથી પકડી પાડ્યો છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ, વડોદરા શહેર એસ.ઓ.જી.ટીમે ચોક્કસ બાતમીના આધારે ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વરણામા પોલીસ સ્ટેશનના ભારતીય બનાવટના અંગ્રેજી દારુના કેસમાં વોન્ટેડ આરોપી દીપક કરશનભાઇ માળીને મ.નં.20 ચિશ્તિયાનગર શ્રીમ ગેલેક્સી, ની સામે એકતાનગર ની બાજુમાં તાંદલજા ખાતેથી ઝડપી પાડ્યો હતો તેને ઝડપી પૂછપરછ કરતાં તે વરણામા પોલીસ સ્ટેશનના પ્રોહીના ગુનામાં સંડોવાયેલો હોવાનું અને ધરપકડથી બચવા ભાગતો ફરતો હોવાનું કબુલત તેને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top