( પ્રતિનિધી )વડોદરા,તા.14
વડોદરા શહેરમાં હાલ વરસાદ નથી તેમ છતાં પણ હજી શહેરના કેટલાક રહેણાંક વિસ્તારોમાં વન્યજીવો આવી જતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. તેવામાં શહેરના વરણામા ગામમાં મહાકાય મગર આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

સ્થાનિક લોકો દ્વારા બનાવ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. જેથી વન વિભાગના નીતિન પટેલ લાલુ નિઝામા અને સંજય રાજપુત સહિતની ટીમ વરણામા ગામે પહોંચી હતી.જ્યાં તપાસ કરતા ગામમાં આવેલા મંદિરની બિલકુલ સામે ખુલ્લી જગ્યામાં 10 ફૂટનો મહાકાય મગર નજરે પડ્યો હતો. જેને ભારે જહેમતે રેસ્ક્યુ કરી વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો.મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી.