મકરપુરા પોલીસે ખુદ પોલીસ કર્મચારી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો
નોકરી પૂરી કર્યા બાદ ઘરે આવતી વેળા સોસાયટીના ગેટ પાસે સ્થાનિકો સાથે માથાકુટ કરી
પ્રતિનિધિ વડોદરા તા.2
વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહે છે. ત્યારે નોકરી પૂરી કર્યાં બાદ કોન્સ્ટેબલ સોસાયટીમાં આવ્યાં હતા ત્યારે સ્થાનિક લોકો સાથે ગેટ પર ઝઘડો કરી ગાળાગાળી કરવા લાગ્યાં હતા. જેનો કોઈકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. સ્થાનિકે ફરિયાદ નોંધાવતા મકરપુરા પોલીસે હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે.
વડોદરા શહેર અને જિલ્લા પોલીસ ઘણા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાં ઘણા પોલીસ કર્મચારીઓ કોન્સ્ટેબલ હોય કે પછી હેડ કોન્સ્ટેબલ હોય પરંતુ તેઓ દારૂનો નશો કર્યાં બાદ સામાન્ય નાગરિકો સાથે જાણે પોલીસ અધિકારી હોય તેવો રુઆબ છાટતા હોવાના કિસ્સા અગાઉ નોંધાયા છે. જ્યારે ઘણા પોલીસ કર્મચારીઓ પીધેલી હાલતમાં વાહન ચલાવતા પણ ઝડપાયા છે. ત્યારે વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર નોકરી પુરી કર્યાં બાદ છુટી તેમની મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં આવ્યાં હતા ત્યારે દારૂનો નશો કરેલી હાલતમાં હોય સોસાયટીના ગેટ પાસે સ્થાનિક લોકો સાથે ગાળાગાળી કરવા લાગ્યાં હતા. જેથી કોઇ નાગરિકે કોન્સ્ટેબલનો પીધેલી હાલતમાં ગાળાગાળી કરતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી નાખ્યો હતો. ઉપરાંત સ્થાનિકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે જિલ્લા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા આ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરાશે ?