Vadodara

વધુ એકવાર તૂટેલા ઢાંકણ પર લાગ્યો ભાજપનો ઝંડો

ગોરવા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનાં નેતાનો વરસાદી કાંસ મુદ્દે વિરોધ..

વડોદરા શહેરમાં અવારનવાર ગટરનાં અને વરસાદી કાંસના તૂટેલા ઢાંકણાઓના વિડિયો કે ફોટાઓ સામે આવતા હોય છે. અને આ મુદ્દે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકાનો વિરોધ પણ કરવામાં આવે છે. પરંતુ હવે વડોદરા શહેરમાં કોર્પોરેશનનો વિરોધ કરવા માટે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટીનાં ધ્વજનો ઉપયોગ શરૂ થયો છે.
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ-3 પાસે મુખ્ય માર્ગ પર વરસાદી કાંસનું ઢાંકણ તૂટેલી હાલતમાં જોવા મળતા, આમ આદમી પાર્ટીનાં નેતા વિરેન રામીએ વરસાદી કાંસનાં ઢાંકણ પર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લગાવી વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વરસાદી કાંસનું ઢાંકણ છેલ્લા ત્રણ મહિનાથી તૂટેલ હાલતમાં છે જે કારણે અકસ્માત થવાનો ભય રહે છે.

બોક્સ
“ભાજપનો ઝંડો લગાવી વિરોધ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો”
તંત્રનો વિરોધ કરવા માટે હવે ભાજપનો ઝંડો ઉપયોગમાં લેવાનું સામાજિક કાર્યકર્તાઓ અને વિરોધ પક્ષ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. થોડા દિવસ અગાઉ અંકલેશ્વરમાં પણ કોંગ્રેસના અગ્રણી દ્વારા બિસ્માર રસ્તા પર ભાજપ નો ઝંડો લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ પાસે સામાજિક કાર્યકર્તા દ્વારા પણ તૂટેલા ગટરના ઢાંકણા પર ભાજપનો ઝંડો લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

Most Popular

To Top