

ફેબ્રુઆરી માસમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ વરાદોદરા જિલ્લામાં 35 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ ચુંટણીમાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની વિવિધ મહત્વપૂર્ણ બેઠકો સામેલ છે.
ભાજપે કરજણ નગરપાલિકા માટે 28, વડોદરા તાલુકા પંચાયતની પેટા ચુંટણી માટે ત્રણ, શિનોર અને પાદરા તાલુકા માટે એક-એક, તેમજ પાદરા અને સાવલી નગરપાલિકા માટે એક-એક ઉમેદવારની જાહેરાત કરી છે.
