ડભોઇ મધ્ય ગુજરાત વીજ કંપની નાં ફરજ બજાવતા કર્મચારી વીજ ફોલ્ટ રિપેર કરવા જતા અચાનક કરંટ બેક મારતાં કર્મચારીને કરંટ લાગતા મોત નીપજ્યા ની ઘટના બની છે. ડભોઇ તાલુકાના વઢવાણા ગામે સામે આવી પોલીસે મૃતદેહ નું પી.એમ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાના વઢવાણા ગામે વીજ પોલ ઉપર ફોલ્ટ રિપેર કરવા લાઈટ બંધ કરી વીજ કર્મચારી નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ બારિયા ( રહે. યમુના નગર સોસાયટી ડભોઇ) રીપેરીંગ કામ કરી રહ્યા હતા. તે અરસામાં અચાનક હાલના વરસાદી માહોલ ને કારણે વીજ પ્રવાહ બેક મારતાં વીજ કર્મચારીને કરંટ લાગતા મોત નિપજ્યું હતું સમગ્ર ઘટના બાબતે ડભોઇ પોલસ ને જાણ કરતા ડભોઇ પોલીસ દ્વારા મૃતદેહ ને પી.એમ અર્થે મોકલી આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.