વર્ષ 2024ને ગુડબાય અને વર્ષ 2025ને આવકારવા લોકો ઉમટ્યા :
શહેર પોલીસ કમિશનરે નગરજનોને નવા વર્ષની શુભકામના પાઠવી :
ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં તમામ તહેવારો ભારે આનંદ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે. તારે 31મી ડિસેમ્બરે આવનાર નવા વર્ષ 2025ને આવકારવા શહેરના ફતેગંજ વિસ્તારમાં લોકોની ભીડ ઉમટી છે. ત્યારે, શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર પણ પોલીસ કાફલા સાથે ફતેગંજ ખાતે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
વડોદરા શહેરનું યુવાધન વર્ષ 2024 ને બાય બાય અને વર્ષ 2025 ને આવકારવા રોડ પર આવી પહોંચ્યું છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ફતેગંજ વિસ્તારમાં લોકોની ભારે ભીડ ઉમટી છે. સૌ કોઈ નવા વર્ષના વધામણા કરવા માટે આતુર છે રસ્તા ઉપર મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમય દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પણ વડોદરા શહેર પોલીસ વિભાગ સજ બન્યું છે. તમામ હરકતો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.
ત્યારે,વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર પણ ફતેગંજ વિસ્તાર ખાતે પહોંચ્યા હતા. જ્યાં સમગ્ર પરિસ્થિતિ અંગે નિરીક્ષણ કર્યું હતું. અને વડોદરાવાસીઓના આનંદને જોઈ તેઓ પણ આનંદિત થયા હતા. શહેર પોલીસ કમિશનરે ફતેગંજ વિસ્તારમાં લોકો સાથે વાતચીત પણ કરી હતી તેમજ વડોદરા વાસીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવી હતી.