Vadodara

વડોદરા : VCF ફરી મેદાનમાં, MSUના વીસીની નિમણૂક ગેરકાયદેસર, છેતરપિંડીનો ગુનો દાખલ કરવા માંગ

સરકારી ડોક્યુમેન્ટ સાથે પણ છેડછાડ કરી હોવાના આક્ષેપ :

પોલીસ તરફથી આ પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે કોર્ટમાં પણ જઈશું. : ટીમ VCF

( પ્રતિનિધિ )વડોદરા,તા.13

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વીસીની ગેરકાયદે નિમણૂકને લઈને ફરી વિવાદનો મધપૂડો છંછેડાયો છે.ત્યારે, મેદાનમાં આવેલા વડોદરા સીટીઝન ફોરમના સભ્યોએ એકત્ર થઈ પોલીસ ભુવન ખાતે વીસી સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવા પોલીસ અધિકારીને અરજી આપી હતી.

વીસીએફના સભ્ય અને એડવોકેટ શીતલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વડોદરાનું ગૌરવ એટલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને આ યુનિવર્સિટીની જે સ્વાયત્તતા છે તે કોમન એક્ટ આવવાથી છીનવાઈ ગઈ છે અને એના પછી અહીંયા જે વીસી મૂકવામાં આવ્યા છે. એ પણ જે અધિકૃત રીતે મૂકવા જોઈએ. એ રીતે નથી મૂકવામાં આવ્યા. કારણ કે જે વીસી છે, એણે પોતે એમના જે ડોક્યુમેન્ટ છે, જે અનુભવો છે, એ બધી જ વસ્તુઓમાં ફ્રોડ કર્યું છે અને દેખીતી રીતનું કર્યું છે. એ ફ્રોડ સરકારને દેખાતું નથી કે શું ? કે સરકાર જાણી જોઈ આંખ ઉપર પાટા બાંધે છે. એ તો સરકારને જ ખબર. પરંતુ હાલ એક જાગૃત નાગરિક તરીકે અમો એ સમયથી જ એમએસ યુનિવર્સિટી માટે અને વડોદરાના આવા દરેક પ્રશ્નો માટે લડવા માટે વડોદરા સીટીઝન ફોરમ ઊભું કર્યું છે કે જેમાં દરેક પ્રબુદ્ધ નાગરિકો વિવિધ ક્ષેત્રના આ તમામ લોકો વડોદરાના ઉત્થાન માટે એક પ્લેટફોર્મ ઉપર આવ્યા છીએ અને એના થકી અમે પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોર પિલ્લાઈ ફરિયાદી બની અને એમના માધ્યમથી અમે વીસી પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રહ્યા છે કે જેણે એના ડોક્યુમેન્ટ કે જેને સરકારી ડોક્યુમેન્ટસ કહેવાય. એની સાથે પણ છેડછાડ કરી છે. કારણ કે એમણે યુનિવર્સિટીમાં ડીન તરીકેનું પ્રેક્ટિસ બતાવ્યું છે અને યુનિવર્સિટીમાં એમની જે તે સમયે જ્યારે પ્રેક્ટિસ બતાવી છે. ત્યાં જોબ કરતા હતા તો એ સમયે ત્યાં કોઈ બીજું ફરજ નિભાવી રહ્યું હતું. એવું રેકોર્ડ ઉપર છે અને આ રેકોર્ડ ચકાસવાની અને એમના દરેક જૂઠાણાઓ છે અને એમની પાછળના પણ આ કાવતરા ઘડનારા લોકો છે.એ બધાને બહાર લાવી અને આ વીસીની ઉપર સખતમાં સખત પગલા લેવાય, ફરિયાદ નોંધાય એના માટે અમે પોલીસ ભુવન પોલીસ કમિશનરને ફરિયાદ આપવા માટે આવ્યા હતા તેમ જણાવ્યું હતું.

બનાવટી દસ્તાવેજો ઉભા કરી ખોટા હોવાની જાણકારી હોવા છતાં ખોટાને સાચા તરીકે રજૂ કર્યા તે એક મોટો ગુનો છે.

વીસી વિજયકુમાર શ્રીવાસ્તવના બાયોડેટા જેતે વખતે જ્યારે યુનિવર્સીટી સર્ચ કમિટી વીસીની નિમણુંક માટે સર્ચ કમિટી સમક્ષ જે અરજી કરવામાં આવી તેની અંદર ખોટા અને બનાવટી દસ્તાવેજો ઉભા કરીને ખોટા હોવાની જાણકારી હોવા છતાં એને સાચા માનીને ખોટાને સાચા તરીકે રજૂ કર્યા તે એક મોટો ગુનો છે. છલ કપટ અને છેતરપિંડીના ગુનામાં આવે કારણ કે, યુજીસીની ગાઈડ લાઈન પ્રમાણે 10 વર્ષનો અનુભવ પ્રોફેસર તરીકે વીસી બનવા માટે ફરજિયાત છે. લાયકાત ના હોવા છતાં પ્રો.શ્રીવાસ્તવે પોતાનો અનુભવ બાયોડેટાની અંદર ખોટી રીતે કામધેનુ યુનિવર્સીટીની અંદર અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સીટીની અંદર પ્રોફેસર તરીકે ફરજ બજાવી તેની જે હકીકતો જાહેર કરી એ અમારા તપાસમાં ખોટું નીકળ્યું છે. ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એ ફરજ બજાવતા હતા. પણ એમના જે કાર્યકાળમાં ફરજ બજાવી એ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા પર પ્રોફેસર તરીકેની બતાવીને 10 વર્ષના જે યુજીસીના ગાઈડલાઈનના આધીન બનવા માટે ખોટો બાયોડેટા ઉભો કરીને એના ઉપરથી આ વીસીની નોકરી મેળવી છે. અમારી પાસે તપાસ કરવાની સત્તા નિમિત્ત હોય છે. પોલીસ પાસે વિશાળ સત્તા હોય છે. એટલે એકદમ ઊંડાણમાં જઈને એની તપાસ કરીને જે કઈ હકીકતો અમે આક્ષેપ કર્યા છે એની અંદર ચકાસણી કરીને એની અંદર ગુનો બને છે. જેથી એની ઉપર ગુનો દાખલ કરી પગલાં ભરવા અમારી માંગણી છે. અને જો કદાચ પોલીસ તરફથી આ પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે કોર્ટમાં પણ જઈશું. અને એની અંદર અમારી જે લડત છે એ અંતિમ સુધી લઈ જઈશું. કારણકે વડોદરાની જનતા હવે કોઈપણ તંત્ર હોય કોર્પોરેશન, કે એમએસયુના સત્તાધીશો હોય જનતાનો વિશ્વાસ ધીમે ધીમે ઘટી રહ્યો છે. અને વીસીએફ જેવી સંસ્થા પબ્લિક માટે અમે આગળ આવ્યા છે. કારણકે જનતાનો જે ભરોસો તંત્ર ઉપરથી તૂટી જાય છે. ત્યારે, એક ફરજના ભાગરૂપે અમે આ લડતમાં ઉતર્યા છે. : કિશોર પિલ્લાઈ,એડવોકેટ અને ટીમ વીસીએફ

Most Popular

To Top