ગણેશ વિસર્જનના દિવસે આરટીઓમાં કામગીરી ચાલુ રહેશે :
અરજદારોને મુશ્કેલી ના પડે તે માટે તમામ કામગીરી યથાવત :
( પ્રતિનિધિ )વડોદરા,તા.16
વડોદરા શહેરમાં હાલ તહેવારોની ભરમાર સર્જાય છે ત્યારે આરટીઓ કચેરીમાં ત્રણ દિવસની રજા પડી, જોકે, અરજદારો અટવાઈને એટલા માટે ગણેશ વિસર્જનના દિવસે પણ આરટીઓમાં કામગીરી ચાલુ રહેશે.
વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થી ઈદ આ તમામ તહેવારોની નગરજનો દ્વારા રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે.
જેને લઈને મંગળવાર સુધી સરકારી કચેરીઓ બંધ પડી છે .લોકો તહેવારોમાં ઉમટી પડ્યા છે તેવામાં મંગળવારે આરટીઓ કચેરી રાબેતા મુજબ શરૂ રહેશે. જોકે શનિવાર રવિવાર અને સોમવાર સુધી આરટીઓ કચેરી બંધ રહી હતી. જેના કારણે કેટલાક અરજદારોને મેળવેલી એપાઈન્ટમેન્ટ પ્રમાણે હાલાકી વેઠવી પડી હતી. જોકે આરટીઓ કચેરી દ્વારા ગણેશ વિસર્જનના દિવસે પણ આરટીઓ કચેરી ચાલુ રાખવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે, આરટીઓ કચેરીમાં સર્વર ખોટકાતા અનેક અરજદાર અટવાયા હતા. પરંતુ હાલમાં અરજદારોને કોઈ હાલાકી ન પડે અને રાબેતા મુજબ કાર્ય ચાલુ રહે તે પ્રકારે તંત્ર દ્વારા કામગીરી આગળ ધપાવવામાં આવી છે.