Vadodara

વડોદરા: peso અધિકૃત ન હોય તેવા ફટાકડા વેચશો તો પોલીસ અટકાયત કરશે

વારસિયામાંથી અધીકૃત ન હોય તેવા રૂ.1.91 લાખના ફટાકડા જપ્ત, દુકાન સંચાલકની અટકાયત

પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર વેપારી વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા તા.15
દિવાળીના તહેવારને લઈને ફટાકડા ની દુકાનોમાં પેસો સંસ્થા દ્વારા અધિકૃત કરેલા ફટાકડા જ વેચાણ કરવાની સૂચના અપાઈ છે. તેમ છતાં વારસીયા વિસ્તારમાં પેસો સંસ્થા દ્વારા માર્કિંગ ન કર્યું હોય તેવા ફટાકડા દુકાનમાં વેચાણ માટે રાખી
જાહેરનામાનો ભંગ કરનાર દુકાન માલિકની અટકાયત કરાઈ છે. ઉપરાંત પોલીસ દ્વારા દુકાનમાંથી રૂપિયા 1.91 લાખના ફટાકડા તથા રોકડ રકમ મળી 1.94 લાખનો મુદ્દામાં કરાયો છે.

વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિંમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશનર ડૉ.લીના પાટીલ દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઈનનું પાલન ન કરી ભારે ઘોંઘાટવાળા સ્વાસ્થ્ય માટે હાનીકારક અને વધુ પ્રમાણમા પ્રદુષણ ફેલાવે તેવા ફટાકડા તેમજ પેસો સંસ્થા દ્વારા અધિકૃત ન હોય તેવા ફટાકડા વેચાણ કરતા હોય તેવા વેપારી સહિતના લોકો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને વારસીયા પોલીસ વિસ્તારમા આવા ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરતા લોકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલી બાતમીના આધારે વારસીયાના ઝુલેલાલ મંદિરની સામે ભાવના સિઝનેબલ સ્ટોર નામની કટાકડાની દુકાનમાં મોટા પ્રમાણમા ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો છે. જે જથ્થા પર પેસો સંસ્થા દ્વારા અધિકૃત માર્કો કરેલ ન હોય તેવા ફટાકડા અને ભારે ઘોંઘાટવાળા તેમજ સ્વાસ્થ્ય માટે હાનીકારક અને વધુ પ્રમાણમા પ્રદુષણ ફેલાવે તેવા ફટાકડાનું વેચાણ કરી પોલીસ કમિશ્નરના જાહેરનામા ભંગ કરવામાં આવ્યો છે. ઉપરાંત ફટાકડાની દુકાન ખોલવા માટેનું લાઇસન્સ માંગતા તે પણ ન હતું. જેથી વારસિયા પોલીસે ગેરકાયદે ફટાકડા નું વેચાણ કરનાર અશોક મનોહરલાલ પોહાણી ( રહે. સરસ્વતી પાર્ક સોસાયટી ધોબી તળાવ પાસે વારસિયા )ની અટકાયત કરાઈ છે. ઉપરાંત દુકાનમાંથી ગેરકાયદે ફટાકડા રૂ. 1.97 લાખ તથા રોકડ રકમ સહિત રૂ. 1.94 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Most Popular

To Top