યુનિવર્સીટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સાથે અહિત અને તેમનું વર્ષ જાણી જોઈને બગાડી રહ્યા હોવાના આક્ષેપ :
વિરોધ પ્રદર્શન કરી રહેલા એનએસયુઆઈના આઠ વિદ્યાર્થી નેતાઓની ધરપકડ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.13
એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એક્સટર્નલની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પરંતુ 52 દિવસ વીતી ગયા છતાં હજી પણ બીજા વર્ષના વિદ્યાર્થીઓને એટીકેટીની પરીક્ષાના પરિણામો આપવામાં આવ્યા નથી. ત્યારે, એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વાઈસ ચાન્સેલરને નિષ્ફળ VC તરીકેના એવોર્ડ આપી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે થર્ડ પર હાજર પોલીસે એનએસયુઆઈના આઠ વિદ્યાર્થી નેતાની ધરપકડ કરી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સના બીજા વર્ષની એક્સટર્નલ પરીક્ષા શરૂ થઇ ગઈ છે. પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા હજુ સુધી તેમના બીજા સત્રના ATKT ના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. પરીક્ષા પૂર્ણ થયેલ 52 દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો છે. સાથે વિદ્યાર્થીઓના આજથી બીજા વર્ષ માટેની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. જોકે, હજી પણ પરિણામ જાહેર થયા નથી. જેથી ATKT ના વિદ્યાર્થીઓ બીજા વર્ષની પરીક્ષા આપી શકે તેમ નથી.
NSUI પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, યુનિવર્સીટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સાથે અહિત કરી રહ્યા છે અને તેમનું વર્ષ જાણી જોઈને બગાડી રહ્યા છે. સાથે સાથે યુનિવર્સિટીમાં દિવસેને દિવસને ચોરીના પણ બનાવ વધી રહ્યા છે અને સિક્યુરિટીનો યુનિવર્સિટીમાં ખુબજ અભાવ છે. જેથી આજરોજ NSUI દ્વારા યુનિવર્સિટીના સૌથી નિષ્ફળ VC તરીકેનો એવોર્ડ આપીને વિરોધ પ્રદર્શન હેડ ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આવેદનપત્ર લેવા માટે વીસી કે રજીસ્ટર આવ્યા ન હતા. આવેદનપત્ર છેલ્લે યુનિવર્સિટીના PRO હિતેશ રાવિયાને સુપ્રત કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના સત્તાધીશોએ પોલીસને પણ બોલાવી લીધી હતી. જેમાં એ ડિવિઝનના એસીપી ડી.જે.ચાવડા, સયાજીગંજના પીઆઈ તેમજ અન્ય પોલીસ કર્મી હાજર હતા. દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા NSUI ના 8 વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. NSUI પ્રમુખ અમર વાઘેલા, ઉપપ્રમુખો સુઝાન લાડમેન, હિત પ્રજાપતિ, તેજસ રોય તેમજ NSUI ના અન્ય કાર્યકર આતીફ મલેક, ક્રિષ્ના જોશી, વાસુ પટેલ તેમજ NSUI ના રાષ્ટ્રીય કોર્ડીનેટર દુષ્યન્તરાજ પુરોહિતની અટકાયત કરવામાં આવી હતી.