Vadodara

વડોદરા: MSU કેમ્પસમાં બેદરકારીથી વાહન ચલાવતી મહિલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો


અકસ્માતમાં એક ફૂડ ડિલિવરી બોય ઇજાગ્રસ્ત થયો

વડોદરાના MSU કેમ્પસમાં બેદરકારીથી વાહન ચલાવવાની એક ઘટના બની હતી, જ્યાં એક ‘ કાર ચાલક મહિલા’એ કથિત રીતે તેની ડેટસન કાર પરનો કાબુ ગુમાવ્યો અને એક્સપેરિમેન્ટલ સ્કૂલના ગેટ સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં એક ફૂડ ડિલિવરી બોયને ઇજા થઈ હતી, જે નજીકમાં ઉભો રહીને ફૂડ પેકેટ ડિલિવરી કરી રહ્યો હતો.


આ ઘટના MSU કેમ્પસમાં બપોરે 12:30 વાગ્યે બની હતી.’ કાર ચાલક બેન’ દ્વારા ચલાવવામાં આવતી ડેટસન કાર અને ફૂડ ડિલિવરી બોયની બાઇક સાથે ધડાકા ભેર અથડાઈ હતી જેમાં ફૂડ ડિલિવરી બોયને સામાન્ય ઇજાઓ થઈ હતી, અને તેની બાઇકને ભારે નુકસાન થયું હતું.
આ ઘટના ના પગલે લોકટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનું કારણ નક્કી કરવા અને કોઈપણ સંભવિત જવાબદારીનું મૂલ્યાંકન કરવા માટે ઘટનાની તપાસ શરૂ કરી છે. અધિકારીઓ અકસ્માત તરફ દોરી જતા સંજોગોને સમજવા માટે સાક્ષીઓના નિવેદનો અને કોઈપણ ઉપલબ્ધ ફૂટેજ સહિતના પુરાવાઓની સમીક્ષા કરી રહી છે.



આ ઘટના ને લઈ લોકોમાં અલગ અલગ પ્રતિક્રિયા ફેલાવી છે, કેટલાકે વાહન ચાલક પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જો તેને તેની ડ્રાઇવિંગ ના આવડતું હોય તો તેણે રીક્ષા કે બસમાં મુસાફરી કરવી જોઈ એ . કેટલાક લોકો એ વાહન ચાલક પાસે લાઇસન્સ ના હોવાની પણ ચર્ચા કરતા હતા. સાથે સાથે ઘટના સ્થળે એકત્રિત થયેલા લોકોએ મહિલા ચાલક પર ગંભીર આરોપો લગાવી સખત સજા કરવા માંગ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કાર મહિલા ચાલકની વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top