ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 73માં દીક્ષાંત સમારંભ માટેના અરજીપત્રક તારીખ એક સપ્તાહ માટે લંબાવવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ તા. ૧૯ ઓક્ટોમ્બર સુધી પોતાની ડિગ્રી મેળવવા માટે અરજીપત્રક ભરી શકશે.
એમએસયુમાં દીક્ષાંત સમારંભમાં અરજી પત્રક માટે
http://msubaroda.ac.in લિન્ક પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે વિદ્યાર્થીએ ‘in presentia’ માટે અરજી કરેલ હશે તેઓએ દીક્ષાંત સમારંભ દરમિયાન પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને પોતાનું સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. જે વિદ્યાર્થીએ ‘in Absentia’ માટે અરજી કરેલ હશે તેઓને દીક્ષાંત સમારંભ બાદ તેમના દ્વારા નિર્ધારિત સરનામા ઉપર અરજીપત્રકમાં ભરેલ તેમનું સર્ટિફિકેટ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. Ph.D ડિગ્રી સર્ટિફિકેટ માટે મેન્યુઅલ(ઓફલાઈન) અરજીપત્રક ભરવાનું રહેશે. અરજી પત્રક ભરતા સમયે દરેક વિદ્યાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને પોતાની સહી અપલોડ કરવાની રહેશે. પાસપોર્ટ સાઇઝ નો ફોટો સફેદ પૃષ્ઠભૂમિમાં હોવો આવશ્યક રહેશે. જેની બધા વિદ્યાર્થીઓએ નોંધ લેવા જણાવાયું છે.