Vadodara

વડોદરા : MSUમાં સિક્યોરિટી ઓફિસરનો આતંક,પૂર્વ સેનેટ સભ્ય સાથે થઈ માથાકૂટ

આઉટ સોર્સિંગ પ્રથા મામલે રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ સેનેટ સભ્ય સાથે સિક્યુરિટી ઓફિસરની બોલાચાલી :

યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે રજુઆત કરવા પહોંચતા અટકાવતા વિવાદ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાં કર્મચારીઓને આઉટ સોર્સિંગ દ્વારા કોઈ કંપનીના કર્મચારી બની, એમના કોન્ટ્રાક્ટર દ્વારા જ નોકરી આપવાનું નોકરી આપવાનું વર્તમાન કુલપતિ શ્રીવાસ્તવે નક્કી કર્યું છે. ત્યારે આ મામલે રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોષીને સિક્યુરિટી ઓફિસર દ્વારા પ્રવેશવા નહીં દેવાતા અને ગેરવર્તણૂક કરતા મામલો ગરમાયો હતો. તેઓએ તંત્રને આડેહાથ લઈ નારાજગી દર્શાવી હતી.

છેલ્લા કેટલાક વર્ષોથી આપણી યુનિવર્સિટી અનેક સમસ્યાઓનું પોટલું બની ગઈ છે. સરકાર અને સત્તાધીશોની અણઆવડતના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ, કર્મચારીઓ ત્રાહિમામ થઈ ગયા છે. જ્યારે યુનિવર્સિટીમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ હતા ત્યારે એ પ્રશ્નોની રજૂઆત થઈ શકતી હતી. ત્યારે આ મામલે રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોષીએ જણાવ્યું હતું કે, આ ફાંસીવાદી સરકારે ગુજરાત યુનિવર્સિટી કોમન એક્ટ બીલ 2023 લાવીને આ કાળા કાયદા દ્વારા યુનિવર્સિટીને ખાનગી પેઢી બનાવી દીધી છે. કોઈને જ રજૂઆત કરવા દેવામાં આવતી નથી, યુનિવર્સિટીને પોલીસ છાવણીમાં તબદિલ કરીને વારંવાર વિદ્યાર્થીઓ, કર્મચારીઓ પર ત્રાસ વર્તાવવામાં આવે છે. આ યુનિવર્સિટીમાં જે બિન શૈક્ષણિક કર્મચારીઓ છે તેમાંના 95% કર્મચારીઓ કાયમી નથી. 25,20, 15, 10 વર્ષથી નોકરી કરતા આ કર્મચારીઓનો પગાર માંડ માંડ રૂપિયા 15,000 થી 25,000 સુધી આસરે હશે. આ આઘાતજનક સ્થિતિમાં આ કર્મચારીઓ યુનિવર્સિટી નો વહીવટ ચલાવી રહ્યા છે. ત્યાં એકાએક આ કર્મચારીઓને આઉટ સોર્સિંગ દ્વારા કોઈ કંપનીના કર્મચારી બની, એમના કોન્ટ્રાક્ટર દ્વારા જ નોકરી આપવાનું નોકરી આપવાનું વર્તમાન કુલપતિ શ્રીવાસ્તવે એ નક્કી કર્યું છે. કોન્ટ્રાક્ટર ને કુલપતિ ઘી કેળા કરાવશે, કોન્ટ્રાક્ટર કુલપતિને માલામાલ કરશે તેથી જે કર્મચારીઓ આ નવી નીતિમાં સહી કરીને સહમત ન થાય તો ધાકધમકી અપાય છે. બીજી તરફ લાચાર કર્મચારીઓ કોઈપણ હકક દાવા વિનાની નોકરી માટે સહી કરવા મજબૂર થયા છે. મેં આ આઉટસોર્સિંગ નો સેનેટ મેમ્બર તરીકે કાયમ વિરોધ કર્યો છે. આઉટસોર્સિંગ એટલે જ ભ્રષ્ટાચારની ગંગા! સરકારના વહાલા દવલા લાગતાવળગતા માણસોને કોન્ટ્રાક્ટ આપવાનું આ તઘલગી કુલપતિએ નક્કી જ કર્યું છે. આવી વિકટ પરિસ્થિતિ કેમ્પસમાં પ્રવર્તે છે. ત્યારે હું વસ્તુસ્થિતિ જાણતો હોયને એક સેનેટ મેમ્બર તરીકે આવા વર્ષો જુના પણ કાયમી નહીં બનેલા કર્મચારીઓની વ્યથા જાણવા અને સમૂહમાધ્યમોને જણાવવા આજરોજ યુનિવર્સિટી હેડ ઓફિસ ગયો હતો. મને જણાવતા અત્યંત દુઃખ થાય છે કે જ્યારે હું મીડિયાના મિત્રો સાથે સામાન્ય વાતચીત કરી આ પ્રશ્નની માહિતી આપી રહ્યો હતો ત્યારે યુનિવર્સિટીના સિક્યુરિટી વિજિલન્સ ઓફિસર સુદર્શન વાળા મારા ઉપર એકાએક ઘસી આવીને તમે યુનિવર્સિટીના હેડ ઓફિસના ગેટની બહાર જાઓ ત્યાં મીડિયા સાથે વાત કરો અહીંયા નહીં એમ કહી રાડો પાડવા માંડ્યો હતો! જ્યારે જે માણસ બે ટર્મથી સેનેટ સભ્ય તરીકે હોય એની સાથે જો આ વર્તાવ થતો હોય તો સામાન્ય વિદ્યાર્થી વાલીનું શું થાય? સિક્યુરિટી ઓફિસર સુદર્શન વાળાને મેં જણાવ્યું કે આ યુનિવર્સિટી કોઈના બાપની જાગીર નથી જ્યાં ઊભો છું એ સુદર્શન વાળાની કે યુનિવર્સિટીના સત્તાધીશોની જાગીર નથી. હું ધાંધલ ધમાલ એ તોફાન નથી કરી રહ્યો વર્ષોથી પરસેવો પાડી યુનિવર્સિટી ની સેવા કરી રહેલ કર્મચારીઓની અમાનવીય દશાનું બયાન મીડિયા સમક્ષ કરી રહ્યો છું. છતાં વાળા પાછા વળતા ન હતા એ બતાવે છે કે યુનિવર્સિટીમાં સિક્યુરિટી ના નામે આતંક ફેલાવવામાં આવી રહ્યો છે *યુનિવર્સિટીમાં આંદોલન રજૂઆત નો હકક જ ન હોય તો આ વિશ્વ વિદ્યાલય લોકશાહીનું દમનશાહીનું પ્રતિક ગણાય. આ સાથે હું વડોદરા વાસીઓને અપીલ કરું છું કે આ કોમનએકટના કાળા કાયદા પછી દિનપ્રતિદિન આપણી યુનિવર્સિટી ની સ્થિતિ બદતર થઈ છે. સામુહિક ધોરણે આપ સહુ રસ લઈ વિદ્યાર્થી, વાલી, કર્મચારીના પ્રશ્નો ઉઠાવો. આવા સિક્યુરિટી ઓફિસરને તત્કાળ સસ્પેન્ડ કરવા જોઈએ તો જ યુનિવર્સીટી માં આતંક બધ થશે તેમ કપીલ જોષીએજણાવ્યું હતું.

Most Popular

To Top