એમએસયુમાં ફરી વિવાદના વંટોળ ઘેરાયા,અજાણ્યા હિન્દૂવાદીઓ દ્વારા પોસ્ટર યુદ્ધ છેડાયું :
ફેકલ્ટીના વિધાર્થીઓ કે સ્ટાફ કોઈ પણ ત્યોહાર ના ઉજવી શકે તેવી રિતે જ હમેશા મેડમ વડે રખાઈ છે પરીક્ષા :
( પ્રતિનિધિ ),વડોદરા.તા.24
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીના ડીનને વામપંથી વિચારધારા ધરાવતા હોવાનું ગણાવી કેટલાક હિન્દૂ વાદી લોકો દ્વારા યુનિવર્સીટીની આસપાસ તેમજ ફેકલ્ટીઓમાં લો ફેકલ્ટીના ડીન ડો.અર્ચના ગાડેકરના ફોટા સાથેનું પોસ્ટર લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
લેફટીસ્ટ વિચારધારા ધરાવતા લો ફેકલ્ટી ના ડીન ડો.અર્ચના ગાડેકર સામે વિરોધના સુર રેલાયા છે.દરેક હિન્દુ તહેવારોનું ડીન વડે હનન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.લો ફેકલ્ટી ના તમામ સબમીશન , મુટ કોટ ની પરીક્ષા , ઇન્ટરનલ એક્ષામ તેમજ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ તમામ એકેડમિક કાર્યક્રમ ને હિન્દૂ તહેવારો જેવાકે રક્ષાબંધન , જન્માષ્ટમી , ગણેશ ઉત્સવ , નવરાત્રી , દશેરા અને દિવાળી ને વિદ્યાર્થીઓ વડે ઉજવી ના શકાય તેવી રીતે લેફટીસ્ટ વિચારધારા ધરાવતા ડીન મેડમ વડે રાખવામાં આવ્યું છે . જેનો વિરોધ કરવા અજણ્યા હિન્દૂ વાદી લોકો વડે યુનિવર્સીટી ની આસપાસ ડીન મેડમ ડો .અર્ચના ગાડેકર વિરુદ્ધ પોસ્ટર અને બેનરો કોઈ લગાવી ગયેલ છે.
પોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે કે , રક્ષાબંધન ના હતી 19 ઓગસ્ટ ના રોજ્ તો 20 ઓગસ્ટ અને 22 ઓગસ્ટ ના રોજ રાખવામાં આવ્યું મુટ કોર્ટનું સબમીશન. જન્માષ્ટમી ના ઉજવી શકે તેમજ બહાર ના વિદ્યાર્થીઓ ઘરે ના જ્ઇ શકે તેના માટે 24 ઓગસ્ટ રાખવામાં આવ્યું મુટ કોર્ટનું પ્રેઝન્ટેશન. જન્માષ્ટમી માં વાંચવું પડે તેમજ શહેર માં થતા ગણપતિ આગમન મા ભાગ ના લઇ શકાય એટલે રૂ1 ઓગસ્ટ થી 6 ઓગસ્ટ રાખવામાં આવી ઇન્ટરનલ પરીક્ષા. જેથી કોઈ જન્માષ્ટમી અને ગણપતિ માં ભાગ ના લઇ શકે. નવરાત્રી અને દિવાળીના તહેવાર ના ઉજવી શકાય તેના માટે 1 ઓક્ટોબર થી 31 ઓસ્ટ્રોબર રાખવામાં આવી કોર્ટ માં ઇન્ટરર્નશિપ દિલ્લી સુપ્રીમ ફોર્ટ માં ઇન્ટર્નશિપ કોઈ વિધાર્થી 31ના દિવાળી ના દિવસે પૂર્ણ કરશે તો એ ક્યારે ઘરે પહોંચશે અને ક્યારે નવું વર્ષ અને દિવાળી ઉજવશે. વાઇસ ચાન્સલર સાહેબ શા માટે આવા વામપંથી વિચારધારા ધરાવનાર વ્યક્તિ ને ડીન બનાવી અંદર થી આ વિચારધારા ને સમર્થન કરે છે? આવા દેશ વિરોધી વિચારધારા ધરાવનાર ડીન ના કારણે જ વિદ્યાર્થીઓ ના વિચાર પર અસર પડે છે તેમજ INU અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી જેવા માહોલ નું સર્જન થાઈ છે તેવા આક્ષેપ આ અજાણ્યા હિન્દુવાદી લોકો દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરમાં આક્ષેપ કરવામાં આવ્યા છે.