આર્ટસ ફેકલ્ટીમાં આવેલી અધ્યાપકની ઓફિસને સીલ કરાય :
વિદ્યાર્થીની દ્વારા અધ્યાપક સામે અઘટિત માંગણી કર્યાની ફરિયાદ કરી હતી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.11
અનેક વિવાદોના વંટોળમાં ઘેરાયેલ એમએસ યુનિવર્સિટીમાં ફરી એક વિવાદ સામે આવ્યો છે. આર્ટ્સ ફેકલ્ટી ખાતે અધ્યાપક દ્વારા કરવામાં આવેલી અઘટિત માંગણીથી વિદ્યાર્થીની એ કરેલી ફરિયાદ બાદ યુનિવર્સિટીના વુમન્સ ગ્રીવન્સ સેલે તપાસ કરતા અધ્યાપકને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી એક લાંછન લગાવતી ઘટના સામે આવી છે. એમએસ યુનિવર્સિટીની આઠ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની દ્વારા પ્રધ્યાપક સામે અઘટીત માંગણી કર્યા હોવાની ફરિયાદ યુનિવર્સિટીના વુમન્સ સેલ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી આ ફરિયાદ મળતાની સાથે જ વુમન્સ ગિવન્સ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાને લઇ સમગ્ર યુનિવર્સિટીમાં ખડભડાટ મચી જવા પામ્યો છે. ફેકલ્ટીના વુમન્સ ગિવન્સ સેલ દ્વારા આ ફરિયાદને યુનિવર્સિટી કક્ષાના વુમન્સ ગિવન્સ સેલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યારે યુનિવર્સિટીનું સેલ ત્વરિત એક્શનમાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન વિદ્યાર્થીનીના જવાબો પણ લેવાયા હતા. જે બાદ અધ્યાપક સામે ફરિયાદ કરી હતી અને તેમને નોટિસ પણ મોકલવામાં આવી હતી જેથી આ અધ્યાપક આ સેલ સમક્ષ હાજર થયા હતા અને પોતાનો જવાબ પણ રજૂ કર્યો હતો. જોકે હાલ આ બનાવને લઈને આર્ટ્સ ફેકલ્ટીમાં આવેલી અધ્યાપકની ઓફિસને સીલ કરવાનો આદેશ અપાયો છે અને જેથી ત્યાં કોઈ પણ પુરાવા હોય તો અધ્યાપક તેનું નાશ કરી શકે નહીં તેમ જણાવાયું છે. અન્ય છે કે, સરસ્વતી ધામમાં આ પ્રકારની ઘટના ફરીથી યુનિવર્સિટીના વિદ્યાધામને લજ્જિત કર્યું છે.