Vadodara

વડોદરા : MSUમાં ફરી વિવાદ,ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓના ભોજનમાં જીવ જંતુઓ નીકળ્યા, NSUIનો વિરોધ

અગાઉ બોયસ હોસ્ટેલના એસપી હોલની મેસમાં ખુલ્લામાં શાકભાજી સહિતનો સામાન જોવા મળતા વિવાદ થયો હતો :

અવારનવાર બનાવો સામે આવવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમમાં :

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અગાઉ બોયઝ હોસ્ટેલના એસપી હોલમાં મેસની અંદર શાકભાજી સહિતનો સરસામાન ખુલ્લી જગ્યામાં મુકેલો મળી આવ્યા બાદ હવે ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને આપવામાં આવતા ભોજનમાં જીવજંતુઓ નીકળતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે એનએસયુઆઈ દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ કરી યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

થોડા દિવસો પૂર્વે યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં એસપી હોલની ચાલી રહેલી મેસમાં ગંદકી જોવા મળી હતી. વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનનો શાકભાજી સહિતનો સરસામાન ખુલ્લા મેદાનમાં પડેલો જોવા મળતા એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ યુનિવર્સિટી પોતાના ઓળખીતાઓને જ પૈસા કમાવા માટે બ્લેક લિસ્ટ કરાયેલાને કોન્ટ્રાક્ટ આપે છે, તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ચાલતી મેસમાંથી વિદ્યાર્થીનીઓને આપવામાં આવતા ભોજનમાં જીવજંતુઓ નીકળતા NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઉગ્ર સુત્રોચાર પોકારી રજૂઆત કરી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવા માંગણી કરવામાં આવી છે.

NSUI પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, જેવી રીતે ઘણા સમયથી વિદ્યાર્થીઓની બોયઝ હોસ્ટેલ હોય કે ગર્લ્સ હોસ્ટેલ હોય ત્યાં વારંવાર જે તેમને જમવાનું આપવામાં આવે છે. તેમાંથી જીવજંતુ નીકળતા હોય છે. એની અવારનવાર અમે ચીફ વોર્ડનને રજૂઆત કરી હતી. પરંતુ આના પર કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. ગઈ કાલે જ ગર્લ્સ હોસ્ટેલ છે ત્યાંથી મેસમાંથી જે જમવાનું આવે છે. ત્યાંથી જીવજંતુ ઈયળ નીકળી હતી. એટલે ખૂબ જ ગંભીર સમસ્યા છે. યુનિવર્સિટી માટે અગાઉ પણ આજુબાજુની જે યુનિવર્સિટી હતી ત્યાં આ પ્રકારની ઘટના બની હતી અને 200 જેટલા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું હતું. એ જ વસ્તુ MSUમાં ના થાય તેને ધ્યાનમાં લઈને હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપ્યું છે. કારણ કે યુનિવર્સિટીમાં 16 હોસ્ટેલ આવેલી છે જેમાં 12 બોયઝ હોસ્ટેલ છે અને 4 ગર્લ્સ હોસ્ટેલ છે. એટલે તેમાં 6,000 જેટલા વિદ્યાર્થીઓ રહે છે, પણ એના પ્રમાણમાં જે મેસની સુવિધા હોવી જોઈએ તે વિદ્યાર્થીઓને મળતી નથી હોસ્ટેલમાં પણ સાફ-સફાઈના વાંધા છે. વિદ્યાર્થીઓને નાહવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે. પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહેતું. એટલે આવી ઘણી સમસ્યાઓ છે તેને લઈને આ રજૂઆત કરી છે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ થાય એવી માંગ કરી છે.

Most Popular

To Top