Vadodara

વડોદરા : MSUની હોસ્ટેલમાં ચાલતી કેન્ટિંગ ધારક દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં, NSUIએ વોર્ડનને આડે હાથ લીધા

NSUIએ વિઝીટ કરતા એસપી હોલની મેસમાં ગંદકી,ફૂગ ચડી ગયેલા શાકભાજી નજરે પડ્યા :

ભૂંડ સહિતના જનાવર ફરે ત્યાંજ શાકભાજી સહિતનો સામાન ખુલ્લામાં મૂકી દેવાયો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.13

એમએસ યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સામે આવે છે યુનિવર્સિટીના હોસ્ટેલમાં એસપી હોલની ચાલી રહેલી મેસમાં ગંદકી જોવા મળી છે. વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનનો શાકભાજી સહિતનો સરસામાન ખુલ્લા મેદાનમાં પડેલો જોવા મળતા એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ યુનિવર્સિટી પોતાના ઓળખીતાઓને જ પૈસા કમાવા માટે બ્લેક લિસ્ટ કરાયેલાને કોન્ટ્રાક્ટ આપે છે, તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.

વિશ્વ વિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના હોસ્ટેલની કેન્ટિંગમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગેની ખરાઈ કરવા માટે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇના પ્રમુખ અમર વાઘેલા હોસ્ટેલમાં પહોંચ્યા હતા. જ્યાં એસપી હોલની મેસમાં ગંદકી તેમજ વિદ્યાર્થીઓને રાંધીને ભોજનમાં આપવામાં આવતી શાકભાજી સહિતનો સરસામાન ખુલ્લામાં જોવા મળ્યો હતો. જે જગ્યાએ આ સામાન મૂકવામાં આવ્યો છે, તે ખુલ્લા મેદાનમાં મુકાયો છે અને અહીં ભૂંડ સહિતના જંગલી જનાવરો ફરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ બાબતને લઈ એને સિવાયના પ્રમુખે હાજર વોર્ડનને આડેહાથ લઈ ઉગ્ર રજૂઆત કરી હતી.

એમ.એસ.યુના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, વારંવાર યુનિવર્સિટીમાં રજૂઆત કરી છે. હોસ્ટેલના કેટલાક કેમ્પસ યુનિવર્સિટીમાં કેન્ટીંગો ચાલતી હોય છે. ત્યાં વારંવાર આ પ્રકારની જે વસ્તુ હોય છે તે નીકળતી રહેતી હોય છે. અહીંયા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવે છે. અવારનવાર NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને પોતે આવીને જ્યારે જોયું તો એટલી ગંદકી છે અહીંયા રાંધવાનું જે સામાન સાધન સામગ્રી જમવાનું શાકભાજી એ ખુલ્લા મેદાનમાં મુકવામાં આવેલું છે અને આ જ ખુલ્લા મેદાનમાં ભૂંડ સહિતના જંગલી જનાવરો આવતા હોય છે. શાકભાજી પણ ફૂગ ચડેલી સડી ગયેલી જોવા મળી છે. એટલે યુનિવર્સિટી અહીંયા આમના ઓળખીતા જે વ્હાલાદવલાની નીતિ અપનાવતા હોય છે. એમના ઓળખીતાઓને કોન્ટ્રાક્ટ આપે છે અને પોતે પણ ક્યાંકને ક્યાંક પૈસા કમાતા હોય તેમ એનએસયુઆઈને લાગે છે અને આ જે કોન્ટ્રાક્ટર છે, તે અગાઉ પણ બ્લેક લિસ્ટ થયેલા હતા અને આમને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ આની ઉપર મુહીમ ચલાવશે અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને અહીંયા પોતે આવીને આ કેેન્ટિંગ જાતે બંધ કરાવશે.

Most Popular

To Top