સુપરવાઇઝર દ્વારા યુનિવર્સિટીની એમ્બ્યુલન્સ બોલાવાઈ :
હેલ્થ સેન્ટર લઈ જઈ વિદ્યાર્થિનીને સારવાર અપાઈ
વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષના અભ્યાસક્રમની પાંચમા સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષા ચાલી રહી છે. આ દરમિયાન યુનિટ બિલ્ડીંગ ખાતે એક વિદ્યાર્થિનીને ચક્કર આવતા સુપરવાઇઝર દ્વારા યુનિવર્સિટીની એમ્બ્યુલન્સ બોલાવી વિદ્યાર્થિનીને યુનિવર્સિટીના હેલ્થ સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી.
એમ.એસ.યુનિવર્સીટીની યુનિટ બિલ્ડીંગ ખાતે ત્રીજા વર્ષના પાંચમા સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષા ચાલી રહી હતી. તે દરમિયાન એક વિદ્યાર્થિનીને ચક્કર આવતા પરીક્ષા ખંડમાં હાજર સુપરવાઈઝર દ્વારા યુનિવર્સીટીની એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. જેને પગલે યુનિવર્સીટીની એમ્બ્યુલન્સ યુનિટ બિલ્ડીંગ ખાતે આવી પહોંચી હતી. અને વિદ્યાર્થિનીને સારવાર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, એક ખાનગી કંપની દ્વારા થોડા સમય પૂર્વે એમ.એસ. યુનિવર્સિટીને કંપનીએ સોશિયલ રિસ્પોન્સિબીલીટીના ભાગરૂપે એક એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવી હતી. જેનો આજે પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે યુનિવર્સિટીના સુપરવાઈઝર પ્રો.ભાવિન રાજપૂતે જણાવ્યું હતું કે આ યુનિટ બિલ્ડીંગ છે એક્ઝામ ટાઈમે સ્ટુડન્ટને થોડી ગભરામણ થતી હતી. એના કારણે તેણીને યુનિવર્સિટી હેલ્થ સેન્ટર લઈ જવામાં આવી છે. કદાચ આ સ્ટુડન્ટને પહેલા પણ આવો પ્રોબ્લેમ થયો હતો. એમના અંગત રિજન કે શું હોઈ શકે એ અમને ખ્યાલ નથી, પણ યુનિવર્સિટી એમની પૂરતી કાળજી લઈ લીધી છે.