પ્રથમ એક્સ્ટર્નલ પરીક્ષાના પરિણામમાં વિલંબ થતા ઈન્ચાર્જ VCને રજૂઆત :
ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે તો ABVP જરાક પણ અચકાશે નહીં : હર્ષિલ રબારી
( પ્રતિનિધિ )વડોદરા,તા.25
ABVP દ્વારા ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની ફી બાબતે અને એક્સ્ટર્નલ પરીક્ષાના પરિણામમાં વિલંબ બાબતે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઈન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલને રજૂઆત કરવામાં આવી હતી.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આ વર્ષથી ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં સેલ્ફ ફાઇનાન્સની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ફી માં અન્યાય જોવા મળ્યો હતો. ફીના માળખામાં ટ્યુશન ફી ઓછી જણાય છે, તેની સરખામણીએ અન્ય ફીમાં વધારો જણાય આવ્યો છે જે ખૂબ ગંભીર બાબત છે. જેના કારણે આ વિભાગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, TFWS સ્કીમનો પૂરતો લાભ લઈ શકતા નથી. જેથી યુનિવર્સિટી સત્તાધીશો આ વિષયને તાત્કાલિક ધોરણે ગંભીરતાથી લઈ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ વર્ષની પ્રથમ એક્સ્ટર્નલ પરીક્ષાને 45 દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે, આ મુદ્દાને લઈને ABVP દ્વારા ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જો આગામી બે દિવસમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ઈન્ચાર્જ VC ધનેશ પટેલે જણાવ્યું હતું કે સેલ્ફ ફાઇનાન્સ કોર્સ કોમ્પ્યુટર સાયન્સનો એન્જિનિયરિંગમાં અંડર ગ્રેજ્યુએટમાં એ સેલ્ફ ફાઇનાન્સ સરકારની ધારા ધોરણ મુજબ ફી રેગ્યુલેટરીના અનુસંધાનમાં આ અમે ફી જે છે 5000 પાસ કરેલી છે. એ પ્રમાણે છે અને એમનો જે મુદ્દો હતો તેનું જે બાઈફરકેશન હોય છે. એ યુનિવર્સિટી આધારિત હોય છે અને એમાં જે બાઈફરકેશનમાં 3000 ટ્યુશન ફી છે. હવે એ એઝ એ ડીન તરીકે એને યોગ્ય જગ્યાએ મૂક્યું છે અને યુનિવર્સિટીમાં આપ્યું છે અને યુનિવર્સિટીમાં આવ્યા પછી અમે જે કંઈ નિયમ મુજબ જે હશે. અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. બીજો વિષય એમનો એ હતો કે, આપણે રીઝલ્ટ બાબતે જલ્દી આવી જશે પૂરેપૂરા આવી જશે. એવા પ્રયત્ન કરીશું અમારી પૂરેપૂરી તૈયારી છે. એમની જે પરીક્ષા હતી 8 ડિસેમ્બરે પતિ હતી. છેલ્લો વાયવા, હવે સંજોગોવસાત કઈ કશું થઈ ના શક્યું પણ આ વખતે હું પૂરેપૂરી બાંહેધરી આપું છું કે બધાનું રીઝલ્ટ જાહેર થઈ જાય.

ABVPના હર્ષિલ રબારીએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા એક જાણ થઈ હતી કે, ટેકનોલોજી ફેકલ્ટીની અંદર વિદ્યાર્થીઓ સાથે તેમના હિત સાથે ચેડાં થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. ત્યારે ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સના ડિપાર્ટમેન્ટની અંદર આ વર્ષથી સેલ્ફ ફાઇનાન્સ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જેની અંદર વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માત્ર ડિપાર્ટમેન્ટની એજ્યુકેશન ફી 1,00,000 થી વધારાની લેવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે એક લાખની સામે વિદ્યાર્થીઓની ટ્યુશન ફી ની અંદર માત્ર 3000 રૂપિયા જેટલી જ રકમ મૂકવામાં આવી છે. જ્યારે ગવર્મેન્ટની ટ્યુશન ફીના રિફંડની જે સ્કીમ છે. એની અંદર ટ્યુશન ફી રિફંડ મળતી હોય છે, તેમાં આ લોકોએ ક્યાંકને ક્યાંક ઓછી સંખ્યા લખી છે. તો અમારી રજૂઆત હતી કે, યુનિવર્સીટી વિદ્યાર્થીઓની હિતની અંદર ચિંતા કરે. યુનિવર્સિટી આ મુદ્દાને સોલ્વ કરે. પરંતુ, યુનિવર્સિટીના ક્યાંકને ક્યાંક ક્યાંક આંખ કાન બંધ છે એવું લાગી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા તેની સખત રજૂઆત કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ પર આવા અહિત કાર્ય ABVP સાંખી નહીં લે. આવનારા સમયમાં આ મુદ્દાનું સોલ્યુશન કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આની અંદર ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે તો જરાક પણ અચકાશે નહીં.