શહેરના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા ફરી એક વખત વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન :
જિકાસના પોર્ટલ ઉપર સીટો ખાલી બતાવી નથી,જેના કારણે જ્યાં સુધી સરખો જવાબ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : NSUI
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વધુ એક વખત એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી મેન બિલ્ડીંગ ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ સહિત એને સિવાયના વિદ્યાર્થી અગ્રણીઓ એકત્ર થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો. જો કે આ દરમિયાન ફેકલ્ટીના ડીને દરવાજા બંધ કરી દેતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા ફરી એક વખત વિવાદનો મધપુડો છંછેડાયો છે. યુનિવર્સિટીના વિશે વિજયકુમાર શ્રીવાસ્તવે ચાર્જ લેતાની સાથે જ યુનિવર્સિટીમાં અનેક વિવાદો સામે આવ્યા હતા. જે આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે. ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા માટે વામન વીસીએ કાવતરું રચતાં તેની સામે અનેક વિદ્યાર્થી સંગઠનો મેદાને આવ્યા છે. અગાઉ પણ ફાઈટ ફોર એમએસયુ સંગઠન દ્વારા કાળો દિવસ મનાવી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમાં પણ રાજકીય રમત રમાઈ જતા ફાઇટ ફોર એમએસયુ સંગઠન તૂટી પડ્યું હતું. જે બાદ વડોદરા સીટીઝન ફોરમની રચના કરવામાં આવી. જેના સભ્યો દ્વારા પણ માનવ સાંકળ બનાવી વિરોધ સાથે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા.
સત્તાના નશામાં ચકચૂર બનેલા વીસીના પેટનું પાણી નહીં હાલતા વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં સોમવારે ફરી એક વખત એન.એસ.યુ.આઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા એમએસ યુનિવર્સિટીની મેન બિલ્ડીંગ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જો કે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવા માટે પહેલેથી જ પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જોકે આ વખતે વિદ્યાર્થીઓનો મિજાજ કંઈક અલગ જ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓને જોઈ કોમર્સ ફેકલ્ટી ડી ને દરવાજા બંધ કરી દેતા વિદ્યાર્થીઓ આક્રમક બન્યા હતા અને દરવાજામાં કાચની તોડફોડ પણ કરી હતી. જેના કારણે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. જ્યારે વિદ્યાર્થી અગ્રણીઓએ ફેકલ્ટી ડીનને આડે હાથ લઈ ઉગ્ર રજૂઆત કરી ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.
સ્વતંત્રતાના આંદોલનમાં ગદ્દારીનો ઈતિહાસ રહ્યો તેવા RSS માંથી આવેલા કેતન ઉપાધ્યાયની ચલાવી લેવામાં નહિ આવે :
સ્વતંત્રતાના આંદોલનમાં જેમનો ગદ્દારીનો ઈતિહાસ રહ્યો હતો તેવા RSS માંથી આવેલા કેતન ઉપાધ્યાય વડોદરાના વિદ્યાર્થીઓ સાથે ગદ્દારી કરશે તો એ ચલાવી લેવામાં નહિ આવે. કારણકે,જે તે સમયે વિદ્યાર્થીઓ જ્યારે એડમિશન માટે આવ્યા હતા. ત્યારે, કોઈના ડોક્યુમેન્ટ અપૂરતા હોય ,કાષ્ટ સર્ટિફિકેટ ના હોય તો એ લોકોને એવું કહેવામાં આવેલું કે તમે રિપીટરના સ્ટુડન્ટ્સ જોડે ફોર્મ ભરી દેજો અમે તમને એમને એમ એડમિશન આપી દઈશું. જ્યારે રિપીટરના વિદ્યાર્થીઓ માટે પણ ફોર્મ ચાલુ નથી કરતા. એટલે પહેલાના વિદ્યાર્થીઓ પણ એડમિશનથી વંચિત છે. અને હાલના પણ વંચિત છે. માટે અમે રજૂઆત લઈને આવ્યા છે. અને વડોદરાના વિદ્યાર્થીઓએ શુ ભૂલ કરી કે તમે એમને દુશ્મન ગણો છો. કેમ એડમિશન નથી આપતા. અમારો પ્રશ્ન એજ છે કે,વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ રિપીટરનું રિઝલ્ટ આવે એટલે એમના માટે સ્પેશ્યલ એડમિશન ચાલુ કરવામાં આવે છે. તો આમના સાશનમાં કેમ ચાલુ કરવામાં આવતું નથી એ અમારો પ્રશ્ન છે. : નિખિલ સોલંકી
પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા માટે ગોરખ ધંધા કર્યા એ બંધ કરવા જોઈએ :
વડોદરાના વિદ્યાર્થીઓનું એક સપનું હોય કે, વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં મોટા થઈને ભણીએ. એક રૂપિયાના ભાડા પેટે મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટી વડોદરાના છોકરાઓને ભણવા માટે દાનમાં આપી હતી. આજે પણ એક રૂપિયા ભાડાપટ્ટે છે. એમ.એસ.યુનિવર્સિટી જેમાં વડોદરમાંથી તમામ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ આવે છે. ત્યારે આ વિદ્યાર્થીઓને અહીંયા ભણવાનું મળે. જે સમજીને ગાયકવાડ સાહેબે આ ભાડાપટ્ટે આપી હતી, પણ ભાજપના દલાલ એમને એવું લાગે છે કે, આ યુનિવર્સિટી તેમના બાપની છે. એટલે આ યુનિવર્સિટીની અંદર ઘૂસીને રાજકારણ કરીને વડોદરા શહેરના જે વિદ્યાર્થીઓ છેન એમને એડમિશન નહીં આપી પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા માટે જે ગોરખ ધંધા કરેલા છે. એ બંધ કરવા જોઈએ. કારણ કે, આ તમારા બાપની યુનિવર્સિટી નથી. મહારાજા સયાજીરાવ ગાયકવાડે જ્યારે ભાડા પટ્ટે આપેલી છે. વડોદરા શહેરના તમામે તમામ વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ. અમે આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવ્યા છે, પણ વડોદરાના રાજકારણમાં આટલા બધા નેતાઓ જે એમ.એસ યુનિવર્સિટીમાંથી ગયા છે તો પછી આવું ભાજપ વાળા જે વીસી એમના દલાલો જે છે. એ પોતાને હીરો માને છે એ લોકો દરવાજા બંધ કરાવીને બેસી ગયા છે. આ લોકોને કંઈ કામ કરવું નથી. ફક્ત ખાનગી યુનિવર્સિટીઓ પાસેથી કમિશન મેળવવું છે. આ જે કેતન ઉપાધ્યાય છે. એ લોકો એવું માને છે કે, કમિશન ક્યાંથી મળે છે. એના માટે આ લોકોએ જીકાસના પોર્ટલ ઉપર સીટો ખાલી બતાવી નથી. એના માટે અમારું આંદોલન છે અને આંદોલન અમારું જ્યાં સુધી સરખો જવાબ નહીં મળે ત્યાં સુધી ચાલુ રહેશે. : હેરી ઓડ, પૂર્વ વિદ્યાર્થી