10 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે કરી અરજી,માત્ર 6400 સીટો બહાર પાડી :
સ્થાનિક તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવા NSUIની માંગ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાં પ્રવેશ પ્રક્રિયા નો દોર ચાલી રહ્યો છે. તેવામાં યુનિવર્સિટીની સૌથી મોટી કહેવાથી ફેકલ્ટી કોમર્સમાં ગત વખતની જેમ આ વર્ષે પણ દસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે. જ્યારે તેની સામે માત્ર 6400 જ સીટો બહાર પાડવામાં આવી છે. ત્યારે સ્થાનિક તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થી સંગઠન NSUIના અગ્રણી કાર્યકર્તાઓ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિરોધ દર્શાવ્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

MSUમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલી રહી છે.ત્યારે કોમર્સ ફેકલ્ટીમાં આશરે 10 હજાર વિદ્યાર્થીઓ ઉપરાંત વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવા માટે ફોર્મ ભર્યા છે.પણ યુનિવર્સિટીએ 6400 જ સીટો બહાર પાડી છે.ઘણીવાર સત્તાધીશોને સીટ વધારા માટે રજૂઆતો કરવામાં આવી, પરંતુ હજુ સુધી સીટ વધારા માટેનો નિર્ણય લીધો નથી.હાલ એડ્મીસનની પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે.જે વિદ્યાર્થીઓ MSUમાં ભણવા માંગી રહ્યા છે તે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની નિષ્કાળજીના લીધે હવે પ્રાયવેટ યુનિવર્સિટીમાં એડમિશ ન લઇ રહ્યા છે.ત્યારે,NSUI દ્વારા વિરોધ કરી હેડ ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

તરત કોમર્સની બેઠકોમાં વધારો કરવામાં આવે જેથી વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશ ન મળી રહે તેવી માંગ NSUI દ્વારા કરવામાં આવી હતી, જે સંદર્ભમાં એમ.એસ.યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે NSUI વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી હેડ ઓફિસના કર્મચારીઓ તેમજ પોલીસ અને NSUIના વિદ્યાર્થીઓમાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. આગેવાનોએ હાય રે વીસી હાય હાય ના નારા લગાવવામાં આવ્યા હતા. જેથી સયાજીગંજ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.