Vadodara

વડોદરા : MSUના સત્તાધીશોને કોર્પોરેશનનો રંગ લાગ્યો,વિદ્યાર્થીઓ દૂષિતમય વાતાવરણમાં અભ્યાસ કરવા મજબૂર

એમએસયુની બીકોમ હોનર્સ ખાતે ગટર ઉભરાતા દૂષિત પાણી ફરી વળ્યાં :

વિદ્યાર્થીઓ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર :

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સત્તાધીશોને કોર્પોરેશનનો રંગ લાગ્યો હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા એક અઠવાડિયાથી બીકોમ હોનર્સ બિલ્ડીંગ બહાર ગટર ઉભરાઈ રહી છે, છતાં આજ દિન સુધી સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા દૂષિતમય વાતાવરણ ફેલાયું છે. જ્યારે વિદ્યાર્થીઓને ગંદકીમાંથી જ પસાર થવાની ફરજ પડી રહી છે.

એમએસયુના વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થી આગેવાન પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે, ડોનર્સ પ્લાઝા કેમ્પસનો આ એક ભાગ છે. અહીં બીકોમ હોનર્સનો અભ્યાસ આ બિલ્ડીંગ ખાતે ચાલે છે. જ્યાં બહાર ગટરનું દૂષિત પાણી ઉભરાઈ રહ્યું છે. એમ.એસ.યુનિવર્સીટી વિદ્યાનું ધામ છે. જ્યાં છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે, આ બિલ્ડીંગ બહાર ગટરના દૂષિત પાણી ઉભરાઈ રહ્યા છે છતાં પણ આજદિન સુધી સત્તાધીશો દ્વારા આનો કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા લેકચર ભરવા માટે આવે છે. કેટલાક સેમિનાર અને સેશનનું પણ અહીંયા આયોજન કરવામાં આવે છે.

જે હાલના ફેકલ્ટી ડીન છે ફેકલ્ટી ઓફ કોમર્સના એ પોતે આજ બિલ્ડીંગના કોર્ડિંનેટર પણ રહી ચૂક્યા છે. તો ખરેખર એક નૈતિક જવાબદારી હોવી જોઈએ ફેકલ્ટીની સત્તાધીશોની કે વહેલીતકે આનું નિરાકરણ આવે અને વિદ્યાર્થીઓને સ્વચ્છ કેમ્પસ મળે તો એક સારું વાતાવરણ ઉભું થશે. હાલ આનાથી જે કોઈપણ અહીંયા આવે છે તેને દૂષિત પાણીમાંથી થઈને પસાર થવું પડે છે. દુર્ગંધ પણ ખૂબ આવી રહી છે. ત્યારે, વહેલીતકે યુનિવર્સીટી તંત્ર આ મામલે ગંભીરતા દાખવી સમસ્યાનું નિરાકરણ લાવે તેવી અમારી માંગણી છે.

Most Popular

To Top