Vadodara

વડોદરા : MSUના વિવાદિત પૂર્વ વીસીના નામની તકતી હટાવાઈ :

સાંસદની ટકોર બાદ પણ પૂર્વ વીસીની આપખુદશાહી :

( પ્રતિનિધિ )વડોદરા, તા.5

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પૂર્વ વી.સી એ હજી સુધી બંગલો ખાલી કર્યો નથી જેને લઈને વિવાદ ઉભો થયો છે ત્યારે યુથ કોંગ્રેસના પ્રવક્તાએ બંગલા ખાતે પહોંચી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

એમ.એસ.યુનિવર્સિટીમાં પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ હજી પણ ધનવંતરી બંગલામાં ચીપકી રહ્યા છે. આજે ધનવંતરી બંગલામાંથી માત્ર તેમના નામની તકતી હટાવી દેવામાં આવી છે. પરંતુ વીસી હજી સુધીમાં બંગલો ખાલી કર્યો નથી. ત્યારે આજે યુથ કોંગ્રેસના પ્રવક્તા આશિષ કોટડીયાએ પૂર્વ વીસી ઉપર આક્ષેપો કર્યા હતા. હવે પૂર્વ વીસી ક્યારે ખાલી કરશે તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. આશિષ કોટડીયા એ જણાવ્યું હતું કે એમ.એસ. યુનિવર્સિટીના વીસી એ રાજીનામું આપ્યા પછી એક થી દોઢ મહિનાનો સમય થઈ ચૂક્યો છે. પરંતુ હજી સુધી બંગલો છે એ ખાલી કર્યો નથી. એટલે સરકાર દ્વારા અને સાંસદ દ્વારા પણ અલ્ટીમેટમ આપ્યું છે કે તમે વહેલામાં વહેલી તકે આ નિવાસસ્થાન ખાલી કરો. એમ.એસ.યુનિવર્સિટીના જે વીસી બન્યા એ ગેરકાયદેસર હતા તેમની ઉપર ઘણા બધા કેસો પણ ચાલી રહ્યા હતા અને રાજીનામું પણ આપી દીધું છે, પણ આવા કલંકિત કૃતિઓ કરતા પણ તેઓ અટકાતા નથી અને આ સરકારી નિવાસ ખાલી નથી કર્યું. ત્યારે યુનિવર્સિટી ની જગ્યા પર આ કબજો કરીને બેઠા છે. કહેવામાં આવે છે કે યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગેરકાયદેસર રીતે જ્યારે છોકરાઓ રહે છે. પરંતુ આજે વીસી પોતે જ ગેરકાયદેસર રીતે બંગલામાં રહે છે. છોકરાઓ ફીસ ભરીને શિક્ષણ પ્રાપ્ત કરે છે અને હાલ વીસીએ રાજીનામું આપી દીધું છે એ વીસી આ બંગલામાં રહી રહ્યા છે. જે અયોગ્ય છે જો વહેલી તકે આ બંગલો ખાલી કરવામાં નહીં આવે તો અમે આંદોલન કરીને તેમને બંગલો ખાલી કરવા માટે મજબૂર કરવામાં આવશે. કારણ કે આ વિદ્યાર્થીઓના પૈસાથી આ વીસી બંગલામાં રહી રહ્યા છે એ કદાપી એમને સ્વીકાર્ય નથી.

Most Popular

To Top