યુનિવર્સીટીના પ્રોફેસરની કરતૂત, મદદ ના મળતા વિદ્યાર્થીનીને બદનામ કરી
બ્રેઇન વોશ કરવાનો પ્રયાસ કર્યો, તે નેટની પરીક્ષા પાસ કરાવી આપશે, કોલેજમાં પીએચડીની સીટ પણ કરી આપશે તેવી લાલચ આપી : વિદ્યાર્થિની
( પ્રતિનિધિ )વડોદરા,તા.11
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો લંપટ આસિ.પ્રોફેસર વિરૂદ્ધ યુનિની મહિલા ફરિયાદ નિવારણ કમિટિ સમક્ષ એક મામલો ગયા છે.જે બાદ હવે પ્રોફેસરથી પીડિત અન્ય વિદ્યાર્થીનીઓ પણ સામે આવી રહી છે. શનિવારે અન્ય એક વિદ્યાર્થીની તેની માતા અને પરિવારજનો સાથે સયાજીગંજ પોલીસ મથકે પહોંચી હતી અને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. લંપટ પ્રોફેસરને જોઇતી મદદ ના મળતા તેણે તેણીને બદનામ કરી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

લંપટ પ્રોફેસરથી પીડિત વિદ્યાર્થીનીની માતાએ મીડિયાને જણાવ્યું કે, અજય ડેરીવાલા નામનો પ્રોફેસર બહુ ટોર્ચર કરતા હતા. પેપર હોય તે સરને પુછીએ કે આ વાંચવાનું છે, તો સર ના પાડી દેતા હતા. અને કહેતા કે તમે પેલી છોકરીને ફોન કરો, અને મને જણાવો કે ક્યાં છે, પછી જ હું કહીશ. સરને ગમતી છોકરીની જાણકારી મેળવવા માટે તે મારી દિકરીને પરેશાન કરતો હતો. લંપટ પ્રોફેસરથી પીડિત વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, મારી મિત્રને આ લંપટ પ્રોફેસરે ખુબ હેરાન-પરેશાન કરી છે. મને માનસિક ટોર્ચર કરવામાં આવી હતી. મારી મિત્રની માહિતી માટે મારી જોડે આવું થયું હતું. હું ફોન રીસીવ ના કરૂં, લંપટને જોઈતી માહિતી ના આપું, તેની માટે તેણે મારા અને મારા મિત્રના વિરૂદ્ધમાં અમારા વિસ્તારમાં ખોટી માહિતી ફેલાવી છે. આ ગેરસમજ મારા પરિવાર સુધી પહોંચી છે. તેણે બ્રેઇન વોશ કરવાનો પ્રયાસ કર્યો હતો. નેટની પરીક્ષા પાસ કરાવી આપશે, અને કોલેજની પીએચડીની સીટ પણ કરી આપશે, તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, લંપટ પ્રોફેસર યુનિ.ના હિન્દી ડિપાર્ટમેન્ટનો છે, તેનું નામ અઝહર ડેરીવાલા છે. સરને મારી મિત્ર જોઇતી હતી. તે તેની નીકટ આવે તેવું તે ઇચ્છતો હતો. પરંતુ પ્રોફેસર પોતે પરિણીત છે. અને બે સંતાનોનો પિતા છે. તે મારી મિત્રને એકલી ઓફિસના રૂમમાં બોલાવતો હતો. અને રૂમ બંધ કરીને તેની શારીરિક છેડતી કરતો હતો. હું મારી મિર્તની મદદ કરવા ગઇ તો તેના નિશાના પર આવી ગઇ છું.

