Vadodara

વડોદરા : MSUના એક્ઝામ કંટ્રોલર પ્રોફેસર ભાવના મહેતા પર પૂર્વ સેનેટ સભ્યે લગાવ્યો આરોપ,સસ્પેન્ડ કરવા માંગ

પીએચડીના બાહ્ય પરીક્ષકનું નામ નિયમોને નેવે મૂકી જાહેર કર્યું

ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના જાહેર નોટિસ બોર્ડ ઉપર પોતાના સહી સિક્કા સાથે લગાવતા વિવાદ

( પ્રતિનિધિ )વડોદરા,તા.16

એમ.એસ.યુનિવર્સિટીમાં એક્ઝામ કંટ્રોલર પ્રોફેસર ભાવના મહેતાએ પીએચડીના બાહ્ય પરીક્ષકનું નામ જાહેર કરી ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના જાહેર નોટિસ બોર્ડ ઉપર પોતાના સહી સિક્કા સાથે લગાવતા વિવાદ થયો છે.ત્યારે આ મામલેસ સેનેટ સભ્ય કપિલ જોશી ઇન્ચાર્જ વીસીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં પ્રો ભાવના મહેતા કે જેઓ યુનિવર્સીટી ના કંટ્રોલર ઓફ એક્ઝામ છે.પરંતુ તેમણે આ વિભાગીય જવાબદારી ની પ્રાથમિક શરતોનું સુદ્ધાં ભાન નથી. એમણે એક PHD ના બાહ્ય પરીક્ષકનું નામ જાહરે કરી ફેકલ્ટી ઓફ સોસીયલ વર્ક ના જાહેર નોટીસ બોર્ડ પર શાન થી પોતાના સહી શીક્કા સાથે લગાવ્યું હતું. જે પરીક્ષાના ખાનગીપણાનો જાહેર અને ગુનાહિત ભંગ છે તેવા આક્ષેપ સાથે સેનેટ સભ્ય કપિલ જોશી પુરાવા સાથે તેઓએ જે જુઠાણું ફેલાવ્યું છે તેનો પર્દાફાસ કરી યુનિવર્સીટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવી આ બાબતે એક કમિટી નીમવામાં આવે અને પ્રોફેસર ભાવના મેતાને તેમના હોદ્દા ઉપરથી તાકીદે હકાલ પટ્ટી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કપિલ જોષીએ જણાવ્યું હતું કે,એમનું આ વિધાન તથ્યોથી સાવ વેગળું જુઠાણું છે. અહી મેં બે દસ્તાવેજ પણ જોડેલ છે. કોઈપણ બાહ્ય પરીક્ષકને નિમણુંક આપતી વખતે જે મોટી નિયમાવલી અપાય છે તેમાં સોથી પહેલો નિયમ એ છે કે આ નિમણુંક સમ્પૂર્ણ પણે ખાનગી રાખવી. આનો અર્થ એ થાય છે કે પ્રો.ભાવના મહેતા જે હોદ્દા પર બેઠા છે એ કામગીરીના કાગળો પણ વાંચતા નથી. બીજું એમણે કહ્યું કે પીએચડી નો ઓપન ડીફેન્સ વાઈવા થાય છે એમાં બાહ્ય પરીક્ષક આવે છે તેથી નામ આપી શકાય ! આ પણ એમણે ફેક્યું ટાઢા પહોરનું ગપગોળું છે. ગતરોજ જે પીએચડી વાઈવા થયા હતા. એનું નોટીફીકેશન મેં અહી જોડયું છે. જેમાં વિદ્યાર્થી નું નામ, માર્ગદર્શકનું નામ, ડીન નું નામ હોય છે. પરંતુ, બાહ્યપરીક્ષક સામે નામ નથી મુકાયું, કેવલ વીસી નોમીનેટ બાહ્ય પરીક્ષક” એમ જ લખાયું છે. તમે કોઈપણ ફેકલ્ટીના, કોઈપણ પીએચડીના નોટીફીકેશન જોઈ લો ખબર પડશે કે જ્યાં લાગી વિવા વોકા પૂરો ન થાય ત્યાં લગી નામ જાહેર ન કરાય આ પરીક્ષાના નિયમોનો સરેઆમ ભંગ છે. પ્રો.ભાવના મહેતા કહે છે તેની સામે આ બે બોલતા પુરાવાઓ યુનિવર્સીટી નો જ દસ્તાવેજ છે. હવે તમે ક્યાં મોઢે – તમારો બચાવ કરશો ?? પ્રો ભાવના મહેતામાં જો જરાક શરમ બચી હોય તો કંટ્રોલર ઓફ એક્ઝામના પદેથી તાકીદે આ શરતચૂક બદલ રાજીનામું આપી દેવું જોઈએ. આવા સૂઝબુઝ વિનાના વ્યક્તિઓ ને આવા હોદા પરથી તાકીદે હકાલપટ્ટી કરવામાં આવે નહીતર પરીક્ષાનું ખાનગીપણું કે ગરિમા સચવાશે નહિ. કાલે ઉઠીને ઈનટરનલ ટેસ્ટ, એક્સ્ટર્નલ એક્ષમ, પીએચડી એક્ઝામના પરીક્ષકોના નામ જાહેર થવા માંડશે તો ઉકેલી નહિ શકાય એટલા મોટા પ્રશ્નો ઉભો થશે. ચોરી પર શીનાચોરી કરવાના બદલે પ્રો ભાવના મહેતા ને પોતાની ભૂલ સ્વીકારવી નથી. પરંતુ, મારા જેવો કોઈ સેનેટ મેમ્બર ધ્યાન ખેચે તો એને જુઠ્ઠો પાડવા આવો નિયમ જ નથી એમ કહીને ઉભા રહે છે એ બતાવે છે કે સ્થાન પર ચીટકી રહેવા જુઠાણાનો આશ્રય લેવો પડ્યો છે. ત્યારે, પ્રો. ભાવના મહેતાને આ પદ પરથી તાકીદે હટાવવાની હું માંગ કરું છું તેમજ આ શરતચૂક અંગે એમણે જે રીતે સમૂહમાધ્યમોને ગેરમાર્ગ દોર્યો હોવાથી આ આખા કાંડની ઊંડી તપાસ કરવા કમિટી નીમવામાં આવે એવી રજુઆત કરી હતી.

તપાસ કર્યા પછી ત્રણ દિવસમાં નિર્ણય લઈશું

ઈન્ચાર્જ વીસી પ્રો.ધનેશ પટેલે જણાવ્યું હતું કે, જે કાંઈ ઘટતું કરવા જેવું હશે અને તાત્કાલિક ધોરણે નિર્ણય લઈશું સસ્પેન્શનની જ્યાં સુધી વાત આવે છે ત્યાં સુધી આપણી પાસે જે પુરાવા રજુ કરવામાં આવ્યા છે તે તમામ ધ્યાનમાં લઈને આપણે આગળ વધીશું અગાઉ પણ તેમણે રજૂઆત કરી હતી પણ હાલ અન્ય બીજા કામોને કારણે થતા એટલે સાંજ પછી ધ્યાન આપીશું આ તપાસનો ફરીથી વિષય છે તપાસ બાદ ત્રણ દિવસમાં જવાબ આપીશું.

Most Popular

To Top