Vadodara

વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી

મોટા અવાજથી લોકો ભયભીત

અંદાજે 20 થી 30 ફુટ ઉંચાઈથી લોખંડની ગડર તૂટી નીચે પડતા મોટો અવાજ થયો

ઘટનામાં કોઇ ઇજા કે જાનહાની થઇ ન હોવાનું હાલ તબક્કે જાણવા મળ્યું


વડોદરાની ગુજરાત રિફાઈનરીમાં વધુ એક દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં IOCLમાં નવા બની રહેલા પ્લાન્ટમાં અંદાજે 20 થી 30 ફુટ ઉંચાઈથી લોખંડની ગડર તૂટી નીચે પડી હતી. જેના કારણે આસપાસની સોસાયટીના મકાનો ધ્રુજી ઉઠ્યા હતા. જેને લઇ બાજુમાં આવેલી સોસાયટીના મકાનો પણ ધ્રુજી ઉઠ્યા હતા. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની પહોંચી ન હતી.

વડોદરાના કોયલી ગામ નજીક આવેલી ગુજરાત રિફાઇનરી આઈઓસીએલમાં આગની દુર્ઘટના બાદ વધુ એક દુર્ધટના બની છે. જેને પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.સુત્રોના જણાવ્યા અનુસાર, રિફાઇનરીમાં ભારે ભરખમ ગર્ડર જમીન પર પડતા મોટા ધડાકા જેવો મોટો અવાજ થયો હતો. જેને લઇને વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાની થઇ ન હોવાનું હાલ તબક્કે સપાટી પર આવી રહ્યું છે. ગુજરાત રિફાઇનરી તથા આસપાસમાં રહેતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્રે કમર કસવી પડશે તેવો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.

તાજેતરમાં વડોદરાના કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં અંદાજીત 12 કલાક જેટલો સમય ફાયર ફાયટરોએ જહેમત કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના બાદ વિવિધ સ્તરે તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી તેના મૂળ સુધી પહોંચી શકાયું નથી. ત્યારે હવે ગુજરાત રિફાઇનરીમાં વધુ એક ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે ગુજરાત રિફાઇનરીના નવા બનતા પ્લાન્ટમાં ભારે ભરખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી હતી. આશરે 30 ફૂટ ઉંચેથી તુટીને પડવાના કારણે મોટો અવાજ આવ્યો હતો. જેને પગલે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે લોકોને જુની દુર્ઘટનાની યાદો તાજી થવા પામી હતી.

Most Popular

To Top