કોર્ટના હુકમનો અનાદર કર્યો હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ :
મેદાન છોડવાના નથી,હવે લડી લેવાના છીએ : કામદારો
( પ્રતિનિધી )વડોદરા,તા.18
વડોદરાની ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કંપનીમાં છુટા કરાયેલા કોન્ટ્રાક્ટના કામદારોએ કંપનીના ગેટ બહાર એકત્ર થઈ ઉગ્ર સૂત્રો ચાર સાથે કોર્ટના હુકમનું પાલન કરવા સહિત કામદારોનો પગાર ચૂકવવા માંગણી કરી હતી. નવો કોન્ટ્રાક્ટ આવતા જુના કોન્ટ્રાક્ટર કામ કરતા કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા હતા.

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની બહાર છુટા કરાયેલા કામદારોએ ન્યાયની માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. કામદારોનું કહેવું છે કે, આ વિરોધ એટલા માટે છે કે અમારા ગામના 80% લોકો છે. બહાર વાલાને કંપની નોકરી આપે છે, તો અમારા ગામ વાળાને કેમ નહીં ? ફેબ્રુઆરી મહિનાથી પગાર બંધ કરી દીધો છે, તે લોકો માત્રને માત્ર આવો મીટીંગો કરો ની વાતો કરે છે પણ એવો અમારી પાસે સમય નથી. કોર્ટના હુકમનો પણ કંપની દ્વારા અનાદર કરવામાં આવ્યો છે. હવે આ લોકોને નોકરી આપ્યા વગર છૂટકો નથી. કંપનીના અધિકારીઓનું હવે કશું ચાલે નહીં. અમે મેદાનમાં છીએ અને મેદાન હવે છૂટે નહીં. તમામ પ્રકારે અમે લડી લેવાના છીએ.

જોકે, કોર્ટે આપેલા ચુકાદામાં જણાવ્યું છે કે, ઔદ્યોગિક ન્યાય પંચ ગુજરાત કેસ નંબર 58 / 2015 દ્વારા ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ જીએસએફસી સંસ્થાને તારીખ 23 સપ્ટેમ્બર 2017 ના રોજ જણાવવામાં આવ્યું છે. આથી હુકમ કરવામાં આવે છે કે, મૂળ રેફરન્સનો ગુણદોષ પર આખરે નિકાલ ના થાય તે દરમિયાન શ્રમયોગીઓને સીધી આડકતરી રીતે છૂટા કરે/કરાવે નહીં કે તેમની નોકરીની શરતોમાં ફેરફાર કરે/ કરાવે નહીં તેવો કાયમી મનાઈ હુકમ ફરવામાં ફરમાવવામાં આવે છે. જીએસએફસી લિમિટેડ સંસ્થા શ્રમ યોગીઓની કામગીરી અંગે નો કોન્ટ્રાક્ટ બદલે તો નવા કોન્ટ્રાક્ટરે જૂના કોન્ટ્રાક્ટરના કામદારો એટલે કે શ્રમયોગીઓને સળંગ નોકરીથી કામે રાખવા તેમજ તેઓને હાલમાં મળતા પગાર તથા અન્ય લાભો ચૂકવી આપવાના રહેશે. અન્ય એક કામદારે જણાવ્યું હતું કે આના માટે અમે ઘણી વખત રજૂઆત કરી છે. ગાંધીનગરમાં રજૂઆત કરી છે ત્યાંથી પણ દરખાસ્ત મોકલેલી છે. તેમ છતાં પણ કંપની તરફથી આગળની કોઈ કાર્યવાહી થઈ નથી. પાંચ મહિના વીતી ગયા ગવર્મેન્ટ સેક્ટર છે. એટલે ગાંધીનગરથી પણ કામ થતું નથી કોઈ સરખી રીતે જવાબ આપતા નથી. ફેબ્રુઆરી મહિનાથી દરેક કામદારનો પગાર બંધ છે. છુટા કરાયેલા કર્મચારીઓનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે.