કોર્ટના હુકમ મુજબ પગાર ચૂકવવા માંગણી :
120 કામદારોના ઘરોમાં ચૂલા બંધ થતાં મુશ્કેલીમાં મૂકાયા :
( પ્રતિનિધિ )વડોદરા, તા.5
જીએસએફસી કંપનીમાં ચાલી રહેલા બે પ્રોજેક્ટમાં કામ કરનાર કોન્ટ્રાક્ટના કામદારોને અચાનક છુટા કરી દઈ ફેબ્રુઆરી મહિનાથી પગાર બંધ કરી દેવા હતા. કોન્ટેક્ટ ના કામદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કોર્ટના હુકમ બાદ પણ કંપની દ્વારા તેનું પાલન નહીં કરવામાં નહીં આવતા ન્યાયની માંગ સાથે કર્મચારીઓ લેબર કમિશનરની ઓફિસ ખાતે પહોંચ્યા હતા પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરી પગાર આપવા માંગણી કરી હતી.
હંગામી કર્મચારીઓનું કહેવું છે કે,ફેબ્રુઆરી મહિનાથી પગાર બંધ કર્યો છે તે કોર્ટનો જે હુકમ છે તે પ્રમાણે GSFC કંપની પગાર ચાલુ કરે. સપ્લાયના વાયર કોન્ટ્રાકટથી અમારી નોકરી ચાલુ થઈ હતી. પછી અમારે વર્ષે વર્ષે કોન્ટ્રાકટ બદલાતો રહ્યો પણ અમારી નોકરી ચાલુ રહી હતી. પણ 2018 માં અચાનક અમારું કામ બંધ કરી દીધું હતું. જેની સામે અમે લેખિતમાં કાનૂની અરજી આપી, પણ અમને કામ આપવામાં આવ્યું નહીં. અમે જ્યાં કામ કરતા હતા તે બિલ્ડીંગને પણ રાતોરાત તોડી નાખવામાં આવી, અમે રજુઆત કરી તો અમને કહેવામાં આવ્યું કે, પગાર તો ચાલુ જ છે ને, અમે અમારું કામ તમને નહીં આપતા પણ પગાર આપીશું. પછી 2020માં કોરોનાના સમયમાં અમને ઘરે બેસાડીને પગાર આપ્યો ફેબ્રુઆરી સુધી, અને અચાનક જ પછીથી પગાર બંધ કરી દીધો. અમારે કાયમીના હુકમ માટે વર્ષ 2012માં કોર્ટમાં ગયા અને 2015માં કેસ દાખલ થયો બાદમાં વર્ષ 2017માં કોર્ટનો વચગાળાનો હુકમ આવ્યો હતો. કુલ 120 કર્મચારીઓ સ્કિલ લેબર તરીકે કામ કરતા હતા. લેબોરેટરી ,ઇશ્યુ કલચર યુનિટમાં પણ કામ કરતા હતા. બે પ્રોજેકટ અલગ અલગ હતા. જેમાં બંનેમાં મળી 120 કર્મચારીઓ હતા. વર્ષ 2017નો સ્ટે ઓર્ડર છે. તેમ છતાં કંપનીએ અમારો પગાર 1 ફેબ્રુઆરીથી બંધ કરી દીધો છે. ત્રણ મહિનાથી ઘરોમાં ચૂલા બંધ થઈ ગયા છે. બધી રીતે અસર પડી છે. ત્વરિત ન્યાય મળે એ માટેનો અમારો પ્રયાસ છે.