Vadodara

વડોદરા: GIPCL માં બોમ્બ મુકાયાની ધમકીનો મેલ



અગાઉ પણ બોમ્બ પ્લાન્ટનો મેલ મળ્યો હતો

વડોદરાના ધનોરા ગામ નજીક ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન લિમિટેડ (GIPCL) ને બોમ્બ ધમકીનો મેલ મળ્યો હોવાની પુષ્ટિ સૂત્રોએ કરી છે. ચેન્નાઈથી મોકલવામાં આવેલા આ મેલથી ચેતવણી જારી કરવામાં આવી છે અને તપાસ એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. આ પહેલા પણ ચેન્નાઇ થી એક મેલ આવેલો હતો જેમાં જણાવ્યું હતું બોમ પ્લાન કર્યો છે. સુરક્ષા એજન્સીએ તપાસ કરતા તે અફવા ગણાવી હતી અને બોમ્બ પ્લાન કરાયો ન હતો. ત્યાર પછી ફરી વખત આજે એક મેલ કંપનીને મળ્યો છે જેમાં બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી પણ છે. જેની ચકાસણી સુરક્ષા એજન્સી કરી રહી છે .

બોમ મુક્યા નો મેલ મળતા તપાસ એજન્સી તેમજ બોમ સ્કોડ તથા ડોગ સ્કોડ સાથે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવી તપાસ ચલાવી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ મેલ શ્રીનિવાસનના નામે મોકલવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓ મોકલનારનું સ્થાન શોધવા માટે IP એડ્રેસ ચકાસી રહી છે. અધિકારીઓ ધમકીને ગંભીરતાથી લઈ રહ્યા છે અને મેલની સત્યતા નક્કી કરવા માટે કામ કરી રહ્યા છે.



GIPCL મેનેજમેન્ટ અને સ્થાનિક અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે, અને સુરક્ષા પગલાં વધારી દેવામાં આવ્યા છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં કર્મચારીઓ અને રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે.

તપાસ ચાલુ છે, અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. અધિકારીઓ લોકોને શાંત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા વિનંતી કરી રહ્યા છે.

Most Popular

To Top