વરસાદી માહોલ વચ્ચે વાહવાહી લૂંટવા બીપીએલ યોજી : ક્રિકેટ પ્રેમીઓમાં રોષ
અણગઢ આયોજનને લઈ બીસીએના વહીવટ દારો સામે ક્રિકેટ પ્રેમીઓમાં આક્રોશ


( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરા શહેરમાં ગત મોડીરાતથી ચોમાસાનો પ્રારંભ થયો છે. ત્યારે આજે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. શહેર સહિતના આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન વડોદરા શહેર નજીક 225 કરોડના ખર્ચે બનેલા કોટંબી સ્ટેડિયમમાં વરસાદી પાણી ભરાતા સ્ટેડિયમ તળાવ બન્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે, વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે અનેક સવાલ ઉઠવા પામ્યા હતા.

વડોદરા શહેરમાં હવે ધીમે ધીમે વરસાદી માહોલ જામ્યો છે, ગતરોજ થી મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે, શહેર નજીક આવેલા કોટંબી સ્ટેડિયમમાં વરસાદી પાણી ભરાયા હતા. બીસીએ દ્વારા આ સ્ટેડિયમ બનાવવા પાછળ 225 કરોડનો ખર્ચો થયો છે. ત્યારે કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો હોવા છતાં સ્ટેડિયમમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે બીસીએના વહીવટ દારો સામે અનેક સવાલ ઉઠવા પામ્યા હતા. સ્ટેડિયમમાં પાણી ભરાતા સ્ટેડિયમ હાલ તળાવ જેવું લાગી રહ્યું છે. વરસાદી પાણી ભરાવાના કારણે સ્ટેડિયમમાં ભારે નુકસાન થયું હોવાનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. એક તરફ વરસાદી માહોલ હવે જામી રહ્યો હોય તેવામાં બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા વહી વાહી લૂંટવા અને જશ ખાળવા માટે કોટમ બી સ્ટેડિયમ ખાતે તારીખ 15 જૂનથી આગામી 29 જૂન દરમિયાન બરોડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ મેચ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. હાલ સમગ્ર સ્ટેડિયમમાં વરસાદી પાણી ભરાયા છે જેને લઇ આ સ્ટેડિયમ તળાવ બન્યું હોય તેમ લાગી રહ્યું છે હજી તો બરોડા પ્રીમિયર લીગની શરૂઆત જ થઈ છે, તેવામાં કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાછળ ખર્ચ કરવામાં આવેલા કરોડો રૂપિયા પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે પાણીમાં ડૂબ્યા હોય તેમ લાગી રહ્યું છે.