Vadodara

વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો

નંબર પ્લેટ કાઢી અન્ય પાસે ગીરવી મૂકી દેતો હતો.

વડોદરા તા.23
નવાયાર્ડ ગોરવા ખાતે રાત્રીના સમયે મકાનો પાસે પાર્ક કરેલી એકટીવાની ચોરી કરનાર રીઢા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 6 વાહનો મળી રૂ.3.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીને આગળની કાર્યવાહી માટે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવશે.

વડોદરા શહેરમાં દિન-પ્રતિદીન ઘરફોડ તથા વાહન ચોરી સહિતના ગુનાહને અટકાવવા માટે નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલ તરફથી સૂચના આપી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલી આરોપીઓની શોધખોળ શહેર વિસ્તારમાં કરી હતી. દરમ્યાન ટીમે મળેલી બાતમી આધારે ફતેગંજ જીમખાના રોડથી નંબર વગરની શંકાસ્પદ એકટીવા સાથે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલા રીઢા આરોપી આરીફ સાબીર અલાઉદ્દીન દિવાન (રહે. સાંઇનાથનગર નર્મદા કેનાલની બાજુમાં, કરોડીયા રોડ,વડોદરા શહેર મુળ રહે. ગામ કોયલી,દિવાન ફળીયું, તા.જી.વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસે મોપેડના આધાર પુરાવા માંગતા ન હોય જેથી એકટીવાને તપાસ અર્થે કબજે કરી હતી. આ પકડાયેલા ઇસમની વધુ પુછપરછ દરમ્યાન આ ઇસમે તેની પાસેથી મળેલ એકટીવા ચોરી કરી હોવાની ઉપરાંત વડોદરા શહેરમાં ગોરવા તથા નવાયાર્ડ વિસ્તારમાંથી બીજી પાંચ એકટીવાની છેલ્લા પાંચેક મહિના દરમ્યાન રાત્રીના સમયે ચોરી કરી નંબર પ્લેટો કાઢી નાંખી હતી. અલગ અલગ વ્યકતિઓ પાસે ચોરી કરેલી એકટીવા ગીરવે આપી રૂપીયા મેળવી લીધા હતા.6 એકટીવા કિમંત રૂપીયા 3.74 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top